હવામાન@ગુજરાત: 24 કલાક બાદ મહત્તમ તાપમાન 3થી 4 ડીગ્રી વધવાની શક્યતા, હવામાનની આગાહી

 
Summer

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કાળઝાળ ગરમીએ ફરી માઝા મૂકી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે. 24 કલાક તાપમાન યથાવત રહેશે અને ત્યાર બાદ મહત્તમ તાપમાન 3થી 4 ડીગ્રી વધવાની શક્યતા છે. જેના કારણે ગરમીનું પ્રમાણ વધી શકે છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કમોસમી વરસાદ આવવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શનિવારે બપોર બાદ કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક અનેક તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. મુન્દ્રાના વવારા ગામે તો કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે કચ્છવાસીઓને ભારે ગરમીમાંથી રાહત મળી હતી. કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે.

આ તરફ બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકમાં સૂકા ઘાસચારાની અછત છે. ગઈ સાલની સરખામણીમાં સુકો ઘાસચારો ચાલુ વર્ષે મોઘો થતા પશુપાલન નો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે, ચણાના સૂકા ભૂસના 220 અને મકાઈ 200 મગફળી 250 રૂપિયાના ભાવે હાલ વેચાઈ રહ્યા છે જેના કારણે પશુપાલન નો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે. મગફળી, તલ જેવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાક સુધી અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.