ચકચાર@દાહોદ: એસીબી ટ્રેપ નિષ્ફળ જતાં ફરીયાદી ગયા નિયામકમાં, આખરે પીઆઇ બોલ્યા, ક્ષતિ....

 
Dahod ACB

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક મંડળી બાબતે એસીબીમાં ફરીયાદ થઈ હતી. જોકે કોઈ કારણસર ટ્રેપ નિષ્ફળ જતાં ચોંકી ગયેલા ફરિયાદી આખરે વડી કચેરી પહોંચ્યા હતા. નિયામક કચેરી પહોંચી ફરીયાદીએ સીધા દાહોદ એસીબી સામે જ રજૂઆત કરી દીધી છે. આ વાતની જાણ થતાં દાહોદ એસીબી પીઆઇ પણ ચોંકી ગયા અને ક્યાંક ક્ષતા રહી‌ હશે તેવું સમજી ફરીયાદીને માર્ગદર્શન આપવા લાગ્યા હતા. આ દરમ્યાન નિષ્ફળ ટ્રેપ મામલે પીઆઇ બોલ્યા કે, ક્યાંક કોઈ ભૂલચૂક થઇ હોય તો સુધારી તપાસ ચાલુ રાખી ગુનો દાખલ કરવાની વાત કરી હતી. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લા એસીબી પોલીસ સ્ટેશનમાં સહકારી મંડળીના ચેરમેન સહિતના સત્તાધીશો વિરૂદ્ધ ફરીયાદ થઈ હતી. આથી છટકાનુ આયોજન કરવામાં આવ્યું પરંતુ સ્થળ આવેલા કથિત ઈસમો અચાનક રવાના થઈ ગયા હતા. આ છટકામાં કોઈ સફળતા નહિ મળતાં અને ફરિયાદીના લખાવ્યા મુજબનાં આરોપી નહિ પકડાતાં સવાલો ઉભા થયા હતા. નિષ્ફળ ટ્રેપ જતાં ફરીયાદીને પીઆઇ ઉપર આશંકા થતાં આખરે નિયામકને રજૂઆત થઈ હતી. મામલો એસીબી નિયામકમાં જતાં દાહોદ એસીબી પીઆઇએ તાત્કાલિક અસરથી ફરીયાદીનો સંપર્ક કરવો પડ્યો હતો. આ દરમ્યાન પીઆઇએ સ્વિકાર્યું કે, મેં ખૂબ સમજાવટથી ટ્રેપ ગોઠવી પરંતુ ક્યાંક કોઈ ક્ષતિ રહી હશે. આ વાતચીત દરમ્યાન પીઆઇ એક તબક્કે સોરી કહેવા સુધીની સ્થિતિમાં આવી ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દાહોદ પીઆઇ વિરૂદ્ધ ફરિયાદીએ નિયામક કચેરી અને ડીવાયએસપીને પણ જાણ કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમથી પીઆઇ ડીંડોરની પારદર્શક કામગીરી મામલે પણ સવાલો થતાં નિયામક કચેરીમાં પણ ફરીયાદીએ લેખિત મૌખિક રજૂઆત એક નહીં બે વખત કરી હતી. આટલુ જ નહી, ફરીયાદીએ જણાવ્યું કે, દુકાન લેવા જતાં મંડળીના ચેરમેને પાવતી સિવાયના 2 લાખ લીધા અને એસીબી ટ્રેપ નિષ્ફળ જતાં તેમજ કથિત આરોપીઓ તરફથી ધાકધમકી મળતાં ફરીયાદીના પિતાનુ આઘાતથી અવસાન થયું છે. સૌથી મોટી વાત થઈ કે, પીઆઇએ ફરીયાદીને કહે છે કે, આરોપીઓ મારા ઓળખિતા નથી એટલે ભવિષ્યમાં ગુનો દાખલ થશે.