બિગબ્રેકિંગ@ગુજરાત: જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે પ્રોવિઝનલ આન્સર કીની તારીખ જાહેર

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યભરમાં આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. આ તરફ હવે હસમુખ પટેલે ટ્વિટ કરી મોટી માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, પ્રોવિઝનલ આન્સર કી 11 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.
આજે રાજ્યભરમાંથી લાખો ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. આ પરીક્ષા હસમુખ પટેલના નેતૃત્તવમાં યોજવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિમામ જૂનમાં આવવાનું છે. નોંધનીય છે કે, જાન્યુઆરીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે આ વખતે પરીક્ષા પહેલા ગૃહમંત્રીથી લઇને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને નજર રાખવામાં આવી રહી હતી.
પ્રોવિઝનલ આન્સર કી 11 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) April 9, 2023
આજે ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે આ પરીક્ષાના પરિણામ અંગે જણાવ્યું હતુ કે, જૂન મહિનામાં આ પરીક્ષાનું પરિણામ આવવાનું છે. ત્યારે આજે કોઇપણ જગ્યાએ કોઇ જ ગેરરીતિ સર્જાઇ નથી. આ ઉપરાંત ઉમેદવારોને પરીક્ષા અંગે પૂછતા તેમણે જણાવ્યુ કે, આજનું પેપર સરળ હતુ પરંતુ થોડું લાંબુ હતુ. કોઇપણ વિવાદાસ્પદ પ્રશ્નો પણ પૂછાયા ન હતા. પેપર એકદંરે સારું હતુ.