મોટોનિર્ણય@સુરેન્દ્રનગર: આ અગરિયાઓને ખારાઘોડાના રણમાં મીઠું પકવવા નહીં જવા દેવામાં આવે
Updated: Aug 26, 2023, 14:06 IST

અટલ સમાચાર, ડેસ્ક
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને લઈ તંત્રએ મોટો નિર્ણય જાહેર કર્યો છે. સર્વે સેટલમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં અગરિયાઓને લઈ મોટો નિર્ણય કરાયો છે. જે મુજબ અગરકાર્ડ ન ધરાવતા અગરિયાઓને રણમાં મીઠું પકવવા માટે નહીં જવા દેવામાં આવે. તંત્રના નિર્ણયથી અગરિયાઓમાં રોષ જોવા મળ્યો હતો.
સમગ્ર ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પન્ન કરતો પ્રદેશ સુરેન્દ્રનગરનો ખારાઘોડા પ્રદેશ છે. જોકે હવે 95 ટકા અગરિયાઓ પાસે અગરકાર્ડ ન હોવાના કારણે રણમાં મીઠું પકવવા માટે નહીં જઈ શકે. આ નિર્ણયથી મીઠા ઉધોગને વ્યાપક નુકસાનની સંભાવના અગરિયાઓ વ્યક્ત કરી રહ્યા છે. આ નિર્ણયથી મીઠા ઉધોગને વ્યાપક નુકસાન થઈ શકે છે.