ઘટના@અમદાવાદ: એરપોર્ટમાં બે ફ્લાઇટ વચ્ચે ટક્કર થતાં થતાં રહી ગઈ, જાણો પછી શું થયું ?

 
Ahmedabad Airport

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ગત મહિને બે ફ્લાઈટની ટક્કર થતાં રહી ગયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઓક્ટોબરના બીજા અઠવાડીયે આ ઘટના બની હતી. જેનાં અમદાવાદથી ઈન્ડિગોની ફ્લાઈટ ટેકઓફ થવામાં અને એર ઈન્ડિયાની ફ્લાઈટ લેન્ડિંગ થવામાં હતી, એટીસી દ્વારા ઈન્ડિગોને ટેક ઓફ માટે ગ્રીન સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું હતું, આમ છત્તા ઈન્ડિગોની ફ્લાઈટે ટેક ઓફ કર્યું નહી. આ ફ્લાઈટને એટીસીએ બીજી વખત ટેક ઓફ માટે મેસેજ આપ્યો હતો. પરંતુ કોઈ કારોણસર ફ્લાઈટે ટેક ઓફ કરવાનું ટાળ્યું હતું.

બીજી તરફ એર ઈન્ડિયાની ફ્લાઈટ લેન્ડિંગ કરવાની નજીક હતી. હવે આ સમયે ઈન્ડિગોની ફલાઈટ ટેક ઓફ કરે તો બન્ને વચ્ચે મિડ એર કોલાઈઝન થવાનું જોખમ હતું. જેના કારણે એટીસીએ ઈન્ડિગોની ફ્લાઈટ ટેક ઓફ થાય નહીં ત્યાં સુધી એર ઈન્ડિયાને હવામાં ચક્કર લગાવવા કહ્યું હતું.

આખરે આ ફ્લાઈટ ટેક ઓફ થઈ હતી. આ એરલાઈન્સના પાયલટને ગ્રાઉન્ડ કરી દેવાયો હતો, અને સમગ્ર ઘટનાની જાણ ડીજીસીએને કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. આ દરમ્યાન આ પ્રકારની ઘટના માટે એર ટ્રાફિક કન્ટ્રોલર્સ દ્વારા તાજેતરમાં મૂકાયેલી રેટિંગ સિસ્ટમ જવાબદાર ગણી છે એટીસીએ આ મામલે ડીજીએસીએને પત્રમાં લખ્યું છે કે નવી સિસ્ટમને કારણે કામનું ભારણ વધી ગયું છે. જેના કારણે દિલ્હી તેમજ અમદાવાદ એરપોર્ટમાં આ પ્રકારની ઘટના બની છે.