ગંભીર@અમદાવાદ: AMC ઢોરવાડાનો વીડિયો વાયરલ, ક્ષમતા કરતા વધુ પશુઓને અમાનવીય રીતે રખાયા ?
અટલ સમાચાર, ડેસ્કઅમદાવાદ કોર્પોરેશન સંચાલિત દાણીલીમડા ઢોરવાડાના વાયરલ થયેલા વીડિયોનો મામલે હવે ઢોર ત્રાસ અંકુશ નિવારણ ખાતાના ઉચ્ચ અધિકારીઓએ કરી ઢોરવાડાની મુલાકાત લીધી હતી. ઢોરવાડાની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે અધિકારીઓએ સ્થળ પર તપાસ હાથ ધરી હતી. જો કે આ વાઈરલ વિડીયોમાં ક્ષમતા કરતા વધુ પશુઓને અમાનવીય રીતે રખાયા હોવાનુ દેખાઈ રહ્યુ હતું. જેને પગલે કોર્પોરેશન દ્વારા આ તમામ આક્ષેપોને ફગાવવામાં આવ્યા હતા.
કોર્પોરેશન દ્વારા તમામ આક્ષેપોને ફગાવતા જણાવવામાં આવ્યુ કે, આ તમામ કાર્યવાહી હાઇકોર્ટની સૂચના બાદ કરાઈ રહી છે. બાકરોલ ઢોરવાડામાં 1700ની ક્ષમતા સામે 1100 પશુ, નરોડામાં 800ની સામે 530 પશુ અને દાણીલીમડા 3 હજાર 200ની સામે 2 હજાર 935 જેટલા ઢોર રાખવામાં આવ્યા છે. છેલ્લા 1 સપ્તાહમાં 1200 ઢોર પકડી 20 પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ દાણીલીમડા ઢોરવાડાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં ક્ષમતા કરતા વધુ ઢોરોને રાખવામાં આવ્યા હતા.