દુર્ઘટનાઃ લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, 4 યુવકોના મોત

આ અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. ત્યારે પોલીસે આવીને અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ આ યુવાનોના પરિવારને જાણ થતાં ત્યાં શોક ફેલાઇ ગયો હતો.
 
અકસ્માત

અટલ સમાચાર, ડેસ્ક

લીંબડી-અમદાવાદ હાઈવે પર કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, લગ્નમાં જતા ચાર યુવાનોનાં કરૂણ મોતલીંબડી અમદાવાદ હાઈવે ઉપર ગોઝારો અકસ્માત સર્જાયો છે. લીંબડી તાલુકાના કટારીયા ગામ પાસે ઇકો કાર અને ખાનગી લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યકિતના ઘટના સ્થળે મોત નિપજયા છે. જ્યારે અન્ય બે વ્યકિતને ઈજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, રાજકોટના યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


 લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે રવિવારની રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે જ લીંબડી અમદાવાદ હાઇવે પર આ ગોઝારો અકસ્માત થયો હતો.આ અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. ત્યારે પોલીસે આવીને અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ આ યુવાનોના પરિવારને જાણ થતાં ત્યાં શોક ફેલાઇ ગયો હતો.


દાહોદ અને ઈન્દોર હાઈવે ઉપર પણ બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા સદનસીબે જાનહાનીના સમાચાર નથી. જોકે, આ અકસ્માતમાં 5 મુસાફરોને ઈજા પહોંચી હતી. એક મહિનાના પ્રવાસે નીકળેલી બસને પ્રથમ દિવસે જ અકસ્માત નડતા મુસાફરો ગભરાઈ ગયા હતા.

ભચાઉ નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. પડાણા નજીક ટ્રેઇલર અને કાર વચ્ચે અકસ્માત થયો છે. જેમા અકસ્માત બાદ ટ્રેલર પુલિયા પર લટકી ગયું હતુ. કન્ટેઇનર ઉથલી પડ્યું અને ટ્રેઇલરની કેબિન લટકી જતા દોડધામ મચી ગઇ હતી. જોકે, આ અકસ્માતમાં પણ કોઇ જાનહાનીના સમાચાર નથી.