દુ:ખદ@ગુજરાત: ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં 2 બાળકો સહિત એક જ પરિવારના 5 લોકોના કમકમાટીભર્યા મોત

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર ભયાનક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં એક પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. ધંધુકા-બગોદરા હાઈવે પર હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર સામ સામે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારના કુરચે કુરચા ઉડી ગયા હતા. અને સવાર 2 બાળકો સહિત એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત નિપજ્યાં છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
ધંધુકા-બગોદરા હાઈવે પર હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત માં 5 લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે. અકસ્માત થયેલી મારુતિ સુઝીકી ડિઝાયર કારનો નંબર GJ01RD2404 છે. મોતને ભેટેલા તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતા જ આસપાસના રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે બાદ પહેલા પોલીસને જાણ કરી 108ને પણ ઈમરજન્સી કોલ આપવામાં આવ્યો હતો. પણ ઘટના એટલી ભયંકર હતી કે કાર અને ટ્રક સામ સામે ટકરાતાં કારનું બોનેટ ટ્રકની અંદર ઘૂસી ગયું હતું. પોલીસે હાલ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી રહી છે.