ACB@અમદાવાદ: એડિશનલ IT કમિશનર સામે 30 લાખની લાંચ લેવાનો ગુનો નોંધાયો, ફરાર લાંચિયા અધિકારીની શોધખોળ શરૂ

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદમાં એડીશનલ ઈન્ક્મટેક્સ કમિશ્નર રેંજના અધિકારી લાંચ લેતા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ વરિષ્ઠ IRS અધિકારીને ACB એ લાંચ લેતાં ઝડપી પાડ્યા બાદ તેઓ ધક્કામુક્કી કરી નાસી છુટયા હતા.આ ઘટના બાદ CA અને બિલ્ડરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
અમદાવાદમાં ACB એ એડીશનલ ઈન્ક્મટેક્સ કમિશ્નરનો ઘેરો કર્યો ત્યારે તેઓ ACBના અધિકારીઓને ધક્કો મારીને ACB ની પકડમાંથી ધક્કામુક્કી કરીને નાસી છૂટ્યા હતા. વિગતો મુજબ અનુસાર લાંચ હવાલાના માધ્યમથી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે શંકાની સોય કેટલાક CA અને બિલ્ડર્સ તરફ પણ જાય છે અને તેઓ પણ સાવચેત થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ACB આવા અધિકારીઓને પકડવા માટે ટ્રેપ કરી રહી છે. ત્યારે આવી ઘટનાઓ સામે આવતા સરકાર માટે પણ પડકાર બની રહી છે.