કવાયત@અમદાવાદ: સ્ટેડિયમ બાદ હવે એલ.જી મેટ કોલેજ નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે ઓળખાશે ? સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો મોટો નિર્ણય

અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એલ.જી. મેટ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવા અમદાવાદ મનપા દ્વારા નિર્ણય લેવાયો
 
AMC

અટલ સમાચાર, ડેસ્ક 

અમદાવાદના સ્ટેડિયમ બાદ હવે એલ.જી મેટ કોલેજનું નામ બદલવા અંગે AMC દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. AMC દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાઇ હતી. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એલ.જી મેટ કોલેજનું નામ બદલવા અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો આ અંગેના પ્રસ્તાવમાં સૂર પુરવવામાં આવ્યા બાદ અમદાવાદની મણિનગર હોસ્પિટલમાં આવેલ મેટ કોલેજ હવે નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે ઓળખાશે. 

વડાપ્રઘાનનો નરેન્દ્ર મોદીનો 17મીએ જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા સૌથી વધુ વૃક્ષારોપણ કાર્યક્રમ સહીતના આયોજન હાથ ધરવામાં આવશે પરંતુ આ પહેલા કોલેજનું નામ બદલાવામાં આવ્યું છે.  
નોંધનીય છે કે, દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ફેબ્રુઆરી 2021 માં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કર્યું હતું. જે સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું તે સાથે જ સ્ટેડિયમના ગેટ પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામના બોર્ડ લગાડી દેવામાં આવ્યા હતા. જો કે જેતે સમયે સ્ટેડીયમના નરેન્દ્ર મોદી નામકરણને લઇને કોંગ્રેસ દ્વારા આકારો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.