અમદાવાદઃ 12 વર્ષની દીકરીને નરાધમે ઘરમાં રહીને હવસનો શિકાર બનાવી, અંતે પોલીસ ફરિયાદ
women

અટલ સમાચાર, ડેસ્ક


અમદાવાદ શહેરમાં એક નરાધમે 'દયા ડાકણને ખાય' એ કહેવતને સાર્થક સાબિત કરતા બનાવને અંજામ આપ્યો છે. સરદારનગર વિસ્તારમાં રહેતી મહિલાએ જે યુવકને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો તેણે જ ફરિયાદીની 12 વર્ષની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી છે. જોકે, જાનથી મારી નાખવાનીની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ભાંડો ફૂટી જતાં અંતે તેણે જેલના સળિયા પાછળ ધકેલાઈ જવાનો વખત આવ્યો છે.

સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 42 વર્ષીય મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશ માં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી મહિલાના કૌટુંબિક નણંદની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અને તેનો દીકરો કોઈ પણ કામ ધંધો ન કરતો હોવાથી છેલ્લા 5 મહિનાથી તેણીએ તેને પોતાના ઘરે કામ પર રાખ્યો હતો. આરોપી છોકરાઓને લાવવા મૂકવાનું તેમજ કરીયાણુ લાવવાનું કામ કરતો હતો. કેટલાક દિવસ અગાઉ આરોપી યુવકે ફરિયાદી મહિલાની 12 વર્ષની દીકરીને ઘરની બહાર મોબાઇલમાં ગેમ બતાવવાના બહાને બોલાવી હતી અને તે સમયે કિશોરીનું મોઢું દબાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
આ નરાધમે સગીરાને બીજા દિવસે પણ ફોન કર્યો હતો. જોકે, સગીરાએ ફોન ન ઉપાડતા ત્રીજા દિવસે સગીરાને પોતાની સાથે વાત કેમ નથી કરતી તેવું કહીને પોતે બોલાવે ત્યારે મળવા નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે ગભરાયેલી કિશોરી આરોપીને મળવા ઘરની બહાર ગઈ હતી અને તે સમયે પણ આરોપીએ બીજી વાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે, ત્રીજી વાર જ્યારે આરોપીએ સગીરાને પોતાની પાસે બોલાવી ત્યારે ઘરમાં અવાજ થતા ફરિયાદી મહિલાનો દીકરો ઉઠી ગયો હતો. તેણે માતાને જગાડતા તેઓએ બહાર જઈને જોયું તો આરોપી તેની દીકરીના કપડાં ઉતારતો હતો. આ દ્રશ્ય જોઈને મહિલાના હોશ ઉડી ગયા હતા. આરોપી ફરિયાદી મહિલાને જોઈને ફરાર થઈ ગયો હતો.


આ દરમિયાન ફરિયાદી મહિલાએ દીકરીની પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જે નણંદના દીકરાને તેઓએ ઘરમાં આશરો આપી કામ આપ્યું તેણે જ પોતાની માસૂમ દીકરીને હવસનો શિકાર બનાવી છે. હાલમાં પોલીસે આરોપી અને ભોગ બનનારની મેડિકલ તપાસ કરાવીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.