અમદાવાદ: નાસ્તો કરવા ગયેલ યુવકની કારનો કાચ તોડી ગઠિયાઓ 20 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી ફરાર થયા
CHOR-960x640

અટલ સમાચાર, ડેસ્ક

  શહેરમાં કારનો કાચ તોડીને ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર આવેલ નારાયણ કોમ્પલેક્ષ નજીક કારનો કાચ તોડીને રૂપિયા 20 લાખની બેગની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો છે. નારાયણ કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતા અને જમીન દલાલનું કામ કરતા કમલેશ ભાઈ દવેને રૂપિયાની જરૂર હોવાથી તેમના મિત્ર પાસેથી રૂપિયા 20 લાખ આંગડિયા પેઢી મારફતે મંગાવ્યા હતા. જેમાં શુકન મોલ ખાતે આવેલ આર.કે આંગડિયા પેઢીમાંથી રૂપિયા 2 લાખ અને જલારામ પરોઠા હાઉસની ગલીમાં આવેલ પી એમ આંગડિયા પેઢીમાંથી રૂપિયા 18 લાખ લીધા હતા.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

જે રૂપિયા લઈને તેઓ તેમની ઓફિસ આવ્યા હતા. અને રૂપિયા ભરેલ બેગ ગાડીમાં રાખીને તેઓ ઓફિસ નીચે આવેલ નાસ્તાની દુકાનમાં નાસ્તો કરવા માટે ગયા હતા. આ દરમિયાન એક બાઈક પર આવેલા બે ગઠીયાઓએ કારનો કાચ તોડીને તેમાંથી રૂપિયા ભરેલ બેગની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતા. જો કે એક મહિલા ની નજર ઘટનાં પર પડતાં જ તેઓએ ફરિયાદીને આ બાબતની જાણ કરી હતી. જો કે આ બાબતની જાણ પોલીસને કરતા જ પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે ફરિયાદીની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે. જો કે આરોપીઓને પકડવામાં પોલીસ કેટલા સમયમાં સફળતા મળે છે તે જોવું રહ્યું.