અમદાવાદઃ મામાએ ભાણીને હવસનો શિકાર બનાવી, ગર્ભવતી બનતા પરિવારમાં ખબર પડી
women

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી સગીરા ધોરણ 12માં અભ્યાસ કરે છે. સગીર છોકરીને તેના જ મામાએ હવસનો શિકાર બનાવી હતી. પહેલાં મામાએ છોકરી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદ છોકરીએ ઈનકાર કરતા તેણે ધમકી આપીને ડરાવી હતી. પછી મામાએ ભાણીને હવસનો શિકાર બનાવી હતી. છોકરી ગર્ભવતી બનતાં મામાની હરકતોનો ભાંડો ફુટી ગયો હતો. પોલીસે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

પીડિત સગીરા ગોમતીપુર વિસ્તારમાં રહે છે અને ધોરણ 12માં અભ્યાસ કરે છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, દોઢ વર્ષ પહેલાં મામાએ છોકરીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવાની વાત કરી હતી. આ વાત સાંભળીને છોકરી હેબતાઈ ગઈ અને તેણે ઈનકાર કર્યો હતો. જે બાદ મામાએ છોકરીને ધાક ધમકી આપી હતી. પછી આરોપી તે સગીરાના ઘરે આવતો જતો રહેતો હતો.બે મહિના પછી સગીરાએ પરિવારજનોને મામાએ કરેલા દુષ્કર્મથી પોતે ગર્ભવતી હોવાની જાણ કરી હતી. આ વાત સાંભળીને પરિવારના લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાલ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બે મહિના પહેલા મામા સગીરાની સ્કૂલે પહોંચી ગયો હતો અને તેને બાઈક પર બેસાડીને તેના ઘરે લઈ ગયો હતો. પછી આરોપી મામાએ સગીરાને લગ્નની લાલચ આપી હતી અને શરીર સંબંધ બાંધ્યા હતા. મામાએ દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી. ત્યારે મામાએ આ વાતની જાણ કોઈને ન કરવાની વાત કરી હતી. સાથે જ મામાએ ગર્ભપાતની દવા મોકલવાની વાત કરી હતી.