અમદાવાદઃ આવતીકાલથી અટલ બ્રિજને જોવા માટે આટલા રૂપિયાની ટિકિટ લેવી પડશે, જાણો જવાના નિયમો

મુલાકાતીઓએ કચરો ડસ્ટબીનમાં જ નાખીને બ્રિજની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહભાગી બનવું.
 
અટલ બ્રિજ

અટલ સમાચાર, ડેસ્ક

 શહેરના નવા આકર્ષણ 'અટલ બ્રિજ'ની મુલાકાત માટે ટિકિટના દર જાહેર કરી દેવામાં આવ્યા છે. મુલાકાતીઓ અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની સંયુક્ત - કોમ્બો ટિકિટ પણ લઇ શકશે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નવનિર્મિત “અટલ બ્રીજ”નું વડાપ્રધાન પીએમ મોદી દ્વારા તા:૨૭/૦૮/૨૦૨૨ના રોજ લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ. તારીખ ૨૮/૦૮/૨૦૨૨ના રોજ નાગિરકોએ ખુબ મોટી સખ્યામા આ બ્રિજની મુલાકાત લીધી હતી.

આથી મુલાકાતીઓની ભીડને નિયંત્રિત કરી શકાય તેમજ નાગિરકોની સલામતી અને હિતને ધ્યાને લેતાં તા:૩૧/૦૮/૨૦૨૨ના રોજથી અટલ બ્રિજની મુલાકાત માટે ટિકિટના દર નક્કી કરવાનું ઠરાવવામાં આવેલ છે. મુલાકાતીઓ અટલ બ્રિજ અને ફ્લાવર પાકની સયંક્તુ /કોમ્બો ટિકિટ મેળવી શકે તેવી સુવિધા પણ રાખવામાં આવેલ છે.

મુસાફરોને આ વાતોનું રાખવું પડશે ધ્યાન.

1. અટલ બ્રિજમાં મલાકાતીઓનો પ્રવેશ સવારે 9.00 ક્લાકથી રાત્રીના 09:00 ક્લાક સધી રહેશે.
2. બ્રિજ પર કોઈપણ મલાકાતી 30 મિનિટથી વધુ રોકાઈ શકશે નહી.

3. મલાકાતીઓને પશ્ચિમ અને પૂર્વ છેડાના અપર પ્રોમીનાડથી જ પ્રવેશ આપવામાં આવશે. લોઅર

પ્રોમીનાડથી મલાકાતીઓ એક્ઝીટ થઈ શકાશે.

4. કોઈપણ પ્રકારના ગટખા , પાન-મસાલા, કેફી દ્રવ્ય બ્રિજ પર લઈ જવાની સખ્ત મનાઈ છે.
 

5. કોઈપણ પ્રકારનું ધમ્રપાન નિષેધ છે.

6. કોઈપણ પ્રકારના ઘરેથી લાવેલા ખોરાકને બ્રિજમાં લઈ જવાની મંજૂરી નથી.

7. પાલતુ પ્રાણીઓ સાથે બ્રિજમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે.

8. મુલાકાતીઓએ કચરો ડસ્ટબીનમાં જ નાખીને બ્રિજની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહભાગી બનવું.

9. કોઈપણ પ્રકારના રમત-ગમતના સાધનો બ્રિજમાં લઈ જવાની સખ્ત મનાઈ છે.

10. કોઈપણ પ્રકારના ફેરીયાઓએ બ્રિજમાં વેચાણ અર્થે પ્રવેશ કરવો નહી.

11. બ્રિજ પરના ફૂલ-છોડ સિહતની અન્ય કોઈપણ પ્રકારની મિલકતને તોડવી અથવા નકશાન પહોચાડવું નહીં.

12. તમામ મુલાકાતીઓએ બ્રિજ પર સંપુર્ણ શાંતી જાળવવાની રહશે. શોર-બકોર, બૂમો પાડવી, મ્યૂઝિક વગાડવું, ડાન્સ કરવો, રમતો રમવી, ગ્રૂપમાં મોટેથી અવાજો કરવા, પ્રમોશનલ વગેરે જેવી પ્રવતીઓ કરવાની સખ્ત મનાઈ છે.

13. કોઈપણ પ્રકારની પ્રોફેશનલ ફોટોગ્રાફી/વિડીયોગ્રાફી સાબરમતી રિવરફ્રન્ટ નીતિ નિયમો મજબુ 
નોંધનીય છે કે, અમદાવાદ સાબરમતી નદી ઉપર એલિસબ્રિજ તથા સરદારબ્રિજની વચ્ચે રુ. 74 કરોડના ખર્ચે અટલ બ્રિજ તૈયાર કરાયો છે. 2600 મે. ટન વજનનું લોખંડ પાઈપનું સ્ટ્રક્ચર તથા રંગબેરંગી ફેબ્રીકની ટેન્સાઈલ સ્ટ્રક્ચરની છત બનાવી વુડન ફ્લોરીંગ, ગ્રેનાઈટ ફ્લોરીંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ ફુડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા ડાયનેમિક કલર ચેન્જ થઈ શકે તેવું એલઈડી લાઈટીંગ છે. જો કે આ વિશેષતાની તમને ખબર છે, પરંતુ હવે મહત્વનું છે કે અટલ બ્રિજ બનાવ્યો છે તો જાળવણી કરવી પણ આપણે સૌ નાગરિકોની ફરજ છે.