ગૌરવ@ગુજરાત: સતત ત્રીજા વર્ષે અમદાવાદને બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોકનો એવોર્ડ

 
Ahemdabad 01

અટલ સમાચાર, ડેસ્ક 

અમદાવાદની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે.  ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રવાસન ક્ષેત્રને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે નેશનલ ટુરિઝમ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદને નામ વધુ એક યશકલગી નોંધાઇ છે. નેશનલ ટુરિઝમ એવોર્ડ 2022માં અમદાવાદને "બેસ્ટ હેરિટેજ એવોર્ડ" અને અમદાવાદની હેરિટેજને "બેસ્ટ હેરિટેજ વૉક" એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે. અમદાવાદને 2022નો બેસ્ટ નેશનલ ટુરિઝમ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરમાં દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્ર સરકાર દ્વારા યોજાયેલા એવોર્ડમાં સતત ત્રીજા વર્ષે અમદાવાદે નેશનલ એવોર્ડ મેળવીને એવોર્ડની હેટ્રિક નોંધાવી છે. આ એવોર્ડ ગ્રહણ કરવા ખુદ અમદાવાદના મેયર કિરીટ પરમાર અને ફરજ પરના ખાસ અધિકારી સી. આર. ખરસાણે પહોંચ્યા હતા.

શું કહ્યું AMCએ ? 

આ અંગે ખુદ AMCએ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, 'આપણાં અમદાવાદને નામ વધુ એક સિદ્ધિની યશકલગી. આપણાં અમદાવાદે સતત ત્રીજા વર્ષે ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના નેશનલ ટુરિઝમ એવોર્ડમાં બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોકના એવોર્ડ મેળવીને અનોખી હેટ્રીક નોંધાવી છે ત્યારે સૌ અમદાવાદવાસીઓને ગૌરવની આ ક્ષણે અઢળક અભિનંદન.'


કઇ રીતે નક્કી થાય છે વિજેતા ? 

તમને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળે એ માટે દર વર્ષે નેશનલ ટુરિઝમ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. પ્રવાસીઓમાં પ્રસિદ્ધ સ્થળો, હોટેલ, રેસ્ટોરાં અને હોમ સ્ટેટ તથા માળખાકીય સુવિધાઓ માટે એરપોર્ટ, રેલવે સ્ટેશન અને સિવિક મેનેજમેન્ટ જેવી કેટેગરીઓ હોય છે. જે અલગ-અલગ ધારાધોરણ મુજબ નક્કી કરવામાં આવે છે.