અમદાવાદઃ પરિવારે વરસાદથી બચવા દિવાલનો સહારો લીધો, દિવાલ પડતાં 3ના મોત, બે લોકોને ઇજા

પાંચ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ નિર્માણાઘીન બિલ્ડીંગની એક દીવાલ ઘરાશાયી થતા આ દૂર્ઘટના ઘટી છે.
 
અમદાવાદ


અટલ સમાચાર, ડેસ્ક


અમદાવાદમાં ભારે વરસાદ વરસતા ઓગણેજમાં નિર્માણાઘીન બિલ્ડીંગની દીવાલ ધસી પડી છે. જેમાં પાંચ શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંચ શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા છે. પાંચ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે. આ નિર્માણાઘીન બિલ્ડીંગની એક દીવાલ ઘરાશાયી થતા આ દૂર્ઘટના ઘટી છે.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

ઇન્ડિયાની બ્રાન્ચમાં પાણી ફરી વળ્યા હતા. વેજલપુર વિસ્તારની બકેરી સિટી તરફ જવાના રસ્તે શ્રીનંદનગર SBI બેંકમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. જેને લીધે બેંકમાં મોટાપાયે નુકસાન થયું છે. બેંકના મહત્વપૂર્ણ દસ્તાવેજોની સાથે સાથે કોમ્પ્યુટર સિસ્ટમને પણ અસર પહોંચી છે. જેથી સોમવારથી બેંકનું કામકાજ બંધ જોવા મળી રહ્યું છે.SBIની આ બ્રાન્ચમાં હજારો લોકોના ખાતા છે. જોકે બેંક બંધ હોવાથી આસપાસના લોકોને બેંકના કામ માટે નજીકની અન્ય જવાની ફરજ પડી રહી છે. બેંકનું કામકાજ બંધ હોવાથી અહીંના સ્ટાફને પણ નજીકની બ્રાન્ચમાં ડેપ્યુટેશન પર મોકલી દેવામાં આવ્યો છે. અહીં દેખરેખ માટે મેનેજર અને જરૂરિયાત પ્રમાણે જ મર્યાદિત કર્મચારીઓને રાખવામાં આવ્યા છે.