અમદાવાદ: પતિ અને સસરાએ ત્રણ કરોડ રૂપિયા પડાવી મહિલાને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી

આ કિસ્સો એ વાતની સાબિતી પૂરી પાડે છે કે સમાજમાં દહેજનું દૂષણ ઘટવાને બદલે દિવસેને દિવસે વધી રહ્યું છે. દહેજને પગલે આવી અનેક મહિલાઓનું જીવન ઝેર થઈ રહ્યું છે.
 
અમદાવાદ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરમાં ઘરેલૂ હિંસાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. વસ્ત્રાપુર પોલીસ મથક માં પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે ઘરેલૂ હિંસા અને કરોડો રૂપિયાની છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાપુર પોલીસે ફરિયાદના આધારે ફરિયાદીના પતિ અને સસરાની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપી સસરા વીરેન્દ્ર પટેલ અને પતિ ગિરીશ પટેલે  પરિણીતાનું જીવન નરક બનાવી દીધું હતું. આ કિસ્સો એ વાતની સાબિતી પૂરી પાડે છે કે સમાજમાં દહેજનું દૂષણ ઘટવાને બદલે દિવસેને દિવસે વધી રહ્યું છે. દહેજને પગલે આવી અનેક મહિલાઓનું જીવન ઝેર થઈ રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણએ પરિણીતાના લગ્ન બાદ આરોપી પતિ માનસિક ત્રાસ આપી વારંવાર મારઝૂડ કરી પરિણીતાને ઘરની બહાર કાઢી મૂકતો હતો. પરિણીતા આ મામલે સાસુ કે સસરાને ફરિયાદ કરે તો સાસુ અને સસરા પણ પતિનું ઉપરાણું લઈને પરિણીતા પર ત્રાસ ગુજારતા હતા. એટલું જ નહિ, દહેજના ભૂખ્યા સાસુ-સસરા અને પતિએ પરિણીતા પોતાની સાથે કરિયાવરમાં લાવી હતી તે સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ત્રણ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. પૈસા ઘડાવીને મહિલાને ઘરની બહાર કાઢી મૂકી હતી.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
 

આ મામલે પરિણીતાએ સાસરિયાના ત્રાસછી કંટાળીને પોલીસ સ્ટેશનમાં સાસુ, સસરા અને પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સસરા અને પતિની ધરપકડ કરી લીધી છે. પોલીસ પ્રાથમિક તપાસમાં આરોપીઓ કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા છે. આરોપી પતિ અને પરિણીતાના લગ્ન વર્ષ 2010માં થયા હતા. લગ્ન બાદ આરોપીઓએ પરિણીતાના પિતા પાસેથી ધંધા માટે ટુકડે ટુકડે 1 કરોડ 79 લાખ રૂપિયા લઈ લીધા હતા.

પરિણીતાના પિતાએ પૈસા પાછા માંગતા ફોન પર બીભસ્ત ગાળો બોલી જો પૈસા માંગ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા પતિ અને સસરાની ધરપકડ કરી જેલ સળિયા પાછળ ધકેલી દીધા છે. હાલ વસ્ત્રાપુર પોલીસે સસરા અને પતિની ધરપકડ કરી સાસુની પણ ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. સાથે જ છેતરપિંડી કરીને પડાવી લીધી રકમ રિકવર કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ કિસ્સો એ વાતની સાબિતી પૂરી પાડે છે કે સમાજમાં દહેજનું દૂષણ ઘટવાને બદલે દિવસેને દિવસે વધી રહ્યું છે. દહેજને પગલે આવી અનેક મહિલાઓનું જીવન ઝેર થઈ રહ્યું છે.