અમદાવાદ: લગનના દિવસો શોકમાં ફેરવાયા, ગરબા ગાતા હાથ અડી ગયો, યુવકે ગળું દબાવી હત્યા કરી
અમદાવાદ

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ વટવા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં નજીવી બાબતે તકરાર થયા બાદ હત્યાની ઘટના સામે આવી છે. આ અંગે વટવા પોલીસે (Vatva Police) ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવહી હથ ધરી છે. નોંધનીય છે કે, જેની હત્યા થઇ છે તે 20 દીવસની દીકરીનો પિતા હતો.પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, પોલીસે પકડેલા આરોપીનું નામ મહેશ બેચરજી ઠાકોર છે. વટવા વિસ્તારમાં આવેલા મોટા ઠાકોર વાસમાં રહેતા અજય ઠાકોર તેના ભાઈ અને સગા સંબંધીઓ સાથે પડોસમાં રહેતા ભરત ઠાકોરની દીકરીના લગ્ન પ્રસંગ પહેલા રાખેલા ગરબાના કાર્યક્રમમાં ગયા હતા. જ્યાં ઠાકોર વાસમાં રહેતા મહેશ ઠાકોર પણ ગરબા ગાવા આવ્યો હતો. ગરબા દરમિયાન અજયનો હાથ મહેશને લાગ્યો હતો. જેને લઇને મહેશે અજયને ગાળો આપીને ગરબા પૂર્ણ થયા બાદ જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ગરબાનો કાર્યક્રમ પત્યા પછી અજય ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રાતના 1.30 વાગ્યાની આસપાસ જોગણી માતાના મંદિર પાસે ગરબાની વાતને લઇને મહેશે અજય સાથે ઝઘડો કર્યો હતો. તેમણે એકબીજા સાથે મારામારી પણ કરી હતી. ત્યારે મહેશે થોડીવાર અજયનું ગળું દબાવી રાખ્યુ હતુ. ત્યારે તેના ભાઈએ જિગ્નેશ અને દીપેશ વચ્ચે પડી બચાવીને તેને એલજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે, તબીબે તપાસતા અજયને મૃત જાહેર કર્યો હતો. અજયનું મોત થતા તેના ભાઈ જિગ્નેશ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ વટવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.