ચોમાસુઃ વરસાદમાં ડૂબતા અમદાવાદને જવાનોએ લોકોના વાહનોને ધક્કા મારી અનેક મદદ કરી

અટલ સમાચાર, ડેસ્ક
વરસાદને કારણે શહેરમાં ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જેના લીધે રસ્તો બંધ થઇ જતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. જોકે, પોલીસે તાત્કાલિક ધોરણે વૃક્ષો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા.ભારે વરસાદને લીધે પાણી ભરાઇ જતાં સેંકડો વાહનો બંધ થઇ ગયા હતા. આવી સ્થિતિમાં પોલીસ લોકોની મદદ માટે આવી હતી અને વાહનોને ધક્કામારી રસ્તાની બાજુમાં કરાવ્યા હતા.સામાન્ય રીતે પોલીસને જોઇને વાહનચાલકો ભાગતાં હોય છે. દંડ ના ભરવો પડે તેવા ડરથી વાહનચાલકો પોલીસથી અંતર જાળવી રાખતાં હોય છે. પરંતુ અહીં પોલીસ જ વાહનચાલકોની મદદે આવી છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે સીમ્સ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના એક પાંચ વર્ષના મુસ્લિમ બાળક આબેદુલ રહેમાનને લોહીની જરૂર પડી હતી. આ વાતની જાળ થતાં એક હિન્દુ દંપતિ તેમને મદદે પહોચ્યું હતું. તેઓ કેડસમા પાણીમાં લોહી માટે દોડ્યા હતા. એક વખતે ટુ વ્હિલર ન પહોંચી શકતા તેમણે સેટેલાઇટ પોલીસની મદદ માંગી અને પોલીસ દેવદૂત બનીને હોસ્પિટલ લઇ ગઇ હતી.