જાહેરનામું@અમદાવાદ: PM મોદીના ગુજરાત પ્રવાસને પગલે 2 દિવસ ટ્રાફિકના આ રૂટ બંધ રહેશે, જાણો એક જ ક્લિકે

 
PM Modi CM Bhupendra

અટલ સમાચાર, ડેસ્ક 

PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી સુરત, ભાવનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે અમદાવાદમાં આજે અને આવતીકાલે ટ્રાફિકના 5 રૂટ બંધ રહેશે. PM મોદી આજે સૌ પહેલા સુરત જશે. ત્યાર બાદ ભાવનગર અને પછી સાંજના ચારેક વાગ્યે અમદાવાદ આવશે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અલગ-અલગ વિસ્તારના વૈકલ્પિક રૂટને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. એટલે કે અમદાવાદમાં PM મોદીના પ્રવાસને લઇને ટ્રાફિકના 5 રૂટ બંધ રહેશે.
 
29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં આજે 2 રૂટ બંધ રહેશે. શહેરના અંધજન મંડળથી હેલમેટ સર્કલનો રૂટ બંધ રહેશે. મોટેરા રોડથી કૃપા રેસિડેન્સી રોડ પણ બંધ રહેશે. જ્યારે 30મી સપ્ટેમ્બરના રોજ શહેરમાં 3 રૂટ બંધ રહેશે. 30 સપ્ટેમ્બરના રોજ સુરધારા સર્કલથી સાંઈબાબા સર્કલ થલતેજ પાસેનો રૂટ બંધ રહેશે. થલતેજ સાંઈબાબા અને હિમાલય મોલ તરફનો રૂટ બંધ રહેશે. એ સિવાય ગુરુદ્વારા સર્કલથી સંજીવની હોસ્પિટલ રોડ પણ બંધ રહેશે.