સુવિધાઃ અમદાવાદની અને રાજકોટની આ હોસ્પિટલમાં હાર્ટના દર્દીઓને વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે

આ હોસ્પિટલમાં સારવાર માટેનો મુખ્ય ધ્યેય મફતમાં બધા પ્રકારની કાર્ડિયાક સર્જરી કરી સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો છે. સચિવે જણાવ્યું હતું કે બેઠકમાં કુલ 29 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.
 
amdavad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરમાં આવેલીસાંઈ હાર્ટ હોસ્પિટલ અને રાજકોટની સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલમાં હવેથી હાર્ટના દર્દીઓને મફતમાં સારવાર મળી શકશે.રાજ્યની હાર્ટ મેડિકલ સ્કિમને સ્થાન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજ્યના 1000 દર્દીઓની સારવાર મફત કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ઝારખંડની હેમંત સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં ઘણા મોટા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં રાજ્યની હાર્ટ મેડિકલ  સ્કિમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત દર્દીઓની સારવાર અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવશે.

જેમાં 3 મહિનાથી 18 વર્ષ સુધીના બાળકોની સારવાર અમદાવાદની સાંઈ હાર્ટ હોસ્પિટલ અને 18 થી 65 વર્ષ સુધીના દર્દીઓની સારવાર રાજકોટમાં વિનામૂલ્યે કરવામાં આવશે. તથા આ દર્દીઓની તપાસ જિલ્લા કક્ષાએ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં સારવાર માટેનો મુખ્ય ધ્યેય મફતમાં બધા પ્રકારની કાર્ડિયાક સર્જરી કરી સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો છે. સચિવે જણાવ્યું હતું કે બેઠકમાં કુલ 29 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આ કેબિનેટમાં રાજ્યમાં મનરેગા હેઠળ કોન્ટ્રાક્ટ પર કામ કરતા પ્રાદેશિક અધિકારીઓ અને કર્મચારીઓના માસિક માનદ વેતનમાં સુધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત વિવિધ પદાધિકારીઓ અને કર્મચારીઓના માનદ વેતનમાં વધારો પણ કરવામાં આવ્યો છે. પાંચ વર્ષથી ઓછો અનુભવ ધરાવતા પ્રોગ્રામ ઓફિસરનું માનદ વેતન 19,500 રૂપિયાથી વધારીને 23,140 રૂપિયા કરવામાં આવ્યું છે. આ કેટેગરીમાં ગ્રામ રોજગાર સેવકનું માનદ વેતન રૂપિયા 7500 થી વધારીને રૂપિયા 11,000 કરવામાં આવ્યું છે. તેવી જ રીતે અન્ય કેટેગરીના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

કેબિનેટ બિન શૈક્ષણિક ડોક્ટરો અને હેલ્થકેરના નિષ્ણાંત ડોક્ટરોની નિવૃતિ વય વધારવા માટે સંમત થયા હતા. આ માટે તબીબોને બે વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અગાઉ બિન શૈક્ષણિક ડોક્ટરો અને નિષ્ણાંત ડોક્ટરોની નિવૃત્તિ વય 65 વર્ષ હતી જે હવેથી 67 વર્ષ સુધી લંબાવીને તેને મંજૂરી આપવામાં આવી છે. વધુમાં તમને જણાવી દઈએ કે પ્રશાંતિ મેડિકલ સર્વિસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનને નોમિનેટ કરતી કેબિનેટે સ્વાસ્થ્ય વિભાગ સાથે MoU પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે.

કેબિનેટે રાજ્ય ધારાસભ્ય  યોજનાની રકમને વધારવાનો નિર્ણય કર્યો છે. ધારાસભ્ય યોજનાની રકમમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરવાની મંજૂરી મળી ગઈ છે. અગાઉ આ યોજના હેઠળ પ્રતિ નાણાકીય વર્ષમાં (Financial Year) પ્રતિ ધારાસભ્ય 4 કરોડ રૂપિયા આપવામાં આવતા હતા. જે હવે દરેક ધારાસભ્ય માટે વાર્ષિક 5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે.