ચિંતાઃ એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના નવા 42 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

અમદાવાદમાં 4 જુનના રોજ કોરોનાના 26 કેસ નોંધાયા હતા. પાંચ જુને એક જ દિવસમાં કોરોનાના નવા 42 કેસ નોંધાવા પામતા વધેલા કેસ તંત્ર માટે ચિંતાનો વિષય બનવા પામ્યા છે. 
 
coronavirus-2

અટલ સમાચાર, ડેસ્ક

દેશના મહારાષ્ટ્ર અને કેરાલા જેવા રાજયોનાં શહેરોમાં કોરોના સંક્રમણમાં વધારો થયા બાદ અમદાવાદમાં એની અસર જોવા મળી રહી છે.એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા છે. મુંબઈ ઉપરાંત કેરાલા સહિતના સ્થળોએ જઈ  પરત આવેલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના અભાવે હજુ કેસ વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. અમદાવાદમાં 4 જુનના રોજ કોરોનાના 26 કેસ નોંધાયા હતા. પાંચ જુને એક જ દિવસમાં કોરોનાના નવા 42 કેસ નોંધાવા પામતા વધેલા કેસ તંત્ર માટે ચિંતાનો વિષય બનવા પામ્યા છે. 


શહેરમાં ચિંતાજનક રીતે વધી રહેલા કેસ પાછળ અન્ય રાજયોમાં જઈ પરત આવતા લોકો સંક્રમિત થતા હોવા ઉપરાંત લોકો હવે કોરોના ગયો એમ માનીને માસ્ક પહેરતા ના હોવા ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સ પણ જળવાતુ ના હોવાનાંમુખ્ય કારણ છે.હાલમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.દ્વારા કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા કરાઈ હોવાછતાં લોકો ટેસ્ટ કરાવવા જતા નથી.બીજી તરફ કોરોના વેકિસન લેનારાઓની સંખ્યા પણ ઘટી રહી છે.જો આ સ્થિતિ લાંબો સમય રહેશે તો કોરોનાના કેસ ફરી વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.