બનાવ@અમદાવાદઃ મકાન ખાલી કરાવવા બાબતે, ભાઇએ બહેનને છરીના અનેક ઘા મારી હત્યા કરી
Crime (1)

અટલ સમાચાર, ડેસ્ક


રામોલ વિસ્તારમાં આવેલ સુરેલિયા એસ્ટેટ રોડ પર આવેલ કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા શેતાન સિંહ ચાવડાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઇકાલે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ તેમના દીકરા મદન સિંહે તેમની દીકરીને ઘરની બહાર જાહેર રોડ પર આડેધડ છરી ના ઘા માર્યા હતા. જો કે દીકરીને બચાવવા જતા ફરિયાદી વચ્ચે પડતા તેઓને પણ આરોપીએ છરીના ઘા માર્યા હતા. જ્યારે તેમના ભાણેજને પણ છરીના ઘા મારીને ઇજા પહોંચાડી હતી.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આ હુમલામાં ત્રણેય ને ગંભીર રીતે ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે એલ જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરિયાદીની દીકરીનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.જો કે પોલીસ તપાસ માં જાણવા મળ્યું છે કે, આ સમગ્ર મામલો મિલકતના વિવાદને લઈને થયો છે. ફરિયાદી મકાન ખાલી કરતા ના હોવાથી આરોપીએ આ ગુનો આચર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.