બનાવ@અમદાવાદઃ પરિણીત દીકરીની છેડતી કરનારને ઠપકો આપવા ગયેલા પિતાની હત્યા
Crime (1)

અટલ સમાચાર, ડેસ્ક

શહેરના માધુપુરામાં હત્યાની ઘટના સામે આવી છે. જ્યાં પરિણીતાની છેડતી કરનારને ઠપકો આપવા જતાં પિતાની હત્યા કરવામાં આવી છે. 25 વર્ષીય પરિણીતા દીકરાને લઈને બહાર જતી હતી તે સમયે વૈભવ ઠાકોર નામના શખ્સે તેમની છેડતી કરી હતી. જે બાદ પરિણીતાએ પિતા- ભાઈ અને બહેનને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ તેઓ વૈભવ ઠાકોરને ઠપકો આપવા ગયા હતા. જો કે, આરોપી લાજવાને બદલે ગાજ્યો હતો અને ઘરમાંથી ચપ્પુ લઇને આવ્યો અને પરિણીતાના પિતા અને પુત્ર પર ચપ્પુથી હુમલો કરી દીધો. 

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

બંનેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. પરિણીતાના પિતાને ફરજ પર હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રથમ તો મહિલાની છેડતી બાદમાં તેમના જ પિતાની હત્યા. આરોપીને પોલીસનો કે કાયદાનો ડરના હોય તેમ લાગી રહ્યું છે.