BIG NEWS@અમદાવાદ: આજથી LG મેડિકલ કોલેજ 'NARENDRA MODI MEDICAL COLLEGE' તરીકે ઓળખાશે

 
PM Collage

અટલ સમાચાર, ડેસ્ક

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72મો જન્મ દિવસ છે. તેવામાં અમદાવાદ ગઇકાલે AMC દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એલ.જી મેટ કોલેજનું નામ બદલવા અંગેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ અંગેના પ્રસ્તાવમાં સૂર પુરવામાં આવ્યા બાદ અમદાવાદની મણિનગર હોસ્પિટલમાં આવેલી મેટ કોલેજ હવેથી નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે ઓળખાશે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

આજથી જ આ કોલેજ 'નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ' તરીકે ઓળખાશે. મેડિકલ કોલેજ ખાતે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની તકતી પણ લગાવી દેવાઇ છે. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ અને ડૉક્ટરો દ્વારા ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ગરબા ગાઇને ભવ્ય સેલિબ્રેશન કર્યું હતું.

મહત્વનું છે કે,  અમદાવાદની મણીનગર વિધાનસભા સીટ પરથી PM નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. એ સમયે તેમના કાર્યકાળ સમયમાં આ કોલેજ બની હતી માટે AMCના સત્તાધીશો દ્વારા PM મોદીને જન્મદિવસે મોટી ભેટ આપવાનો વિચાર કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે વિપક્ષ દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ફેબ્રુઆરી 2021માં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કર્યું હતું. જે સ્ટેડિયમને 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' નામ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું તેની સાથે જ સ્ટેડિયમના ગેટ પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામના બોર્ડ લગાડી દેવામાં આવ્યા હતા. જોકે જે-તે સમયે સ્ટેડિયમના નરેન્દ્ર મોદી નામકરણને લઇને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કોલેજના નામકરણને લઇને પણ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.