ગુજરાતઃ આજથી પીએમ મોદી બે દિવસના પ્રવાસે, અમદાવાદને આપશે આ મોટી ભેટ, જાણો તેમનો પુરો કાર્યક્રમ
PM Modi

અટલ સમાચાર, ડેસ્ક

 
વડાપ્રધાન 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે રહેશે. 27 ઓગષ્ટે બપોરે 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. જ્યાંથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે. જે કાર્યક્રમ પૂરો કર્યા બાદ સાંજે રાજભવન અને રાત્રી રોકાણ કરશે. 28 ઓગસ્ટના રોજ અમદાવાદ એરપોર્ટ થઇ થી સવારે 8 વાગ્યે કચ્છ જવા નીકળશે.. વડાપ્રધાન ભુજ ખાતે વિવિધ વિકાસના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. સવારે 10 કલાકે કચ્છના ભુજ ખાતે વડાપ્રધાનના હસ્તે ‘સ્મૃતિ વન મેમોરિયલ’નું લોકાર્પણ થશે. સવારે 11.30 કલાકે શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે. ત્યારબાદ બપોરે 2.30 કલાકે પીએમ મોદી પરત અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી રાજભવન.જશે. બપોરે 3 થી 5 વાગ્યા સુધી રાજભવન ખાતે અનામત સમય છે. સાંજે 5.30 કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે  ‘ભારતમાં સુઝુકીની ૪૦ વર્ષ’ની સ્મૃતિમાં યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેશે. તે કાર્યક્રમ પૂરો કર્યા બાદ સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ
પીએમ મોદી 28મી ઓગસ્ટે કચ્છ જિલ્લાની મુલાકાતે જશે. ત્યાં તેઓ ભૂજ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર કચ્છ જિલ્લાને વિજ્ઞાન અને પ્રવાસનક્ષેત્રે વધુ ઊંચાઈએ લઈ જશે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર10 એકરમાં ફેલાયેલ છે. આ સેન્ટરની વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે મહત્વનું બની રહેશે.  કચ્છ જ નહીં પરતું ગુજરાત અને ભારતના પ્રવાસીઓને આકર્ષવાની ક્ષમતા ધરાવતા આ કેન્દ્રમાં મરિન નેવિગેશન, સ્પેસ સાયન્સ, એનર્જી સાયન્સ, નેનો ટેકનોલોજી, ફિલ્ડસ મેડલ અને બોસાઇ ગેલેરી જેવી કુલ છ થીમ આધારીત ગેલેરી બનાવવામાં આવી છે.  


આ સેન્ટરની અન્ય કેટલીક સુવિધાઓ પર નજર કરીએ તો અહીં લેન્ડ સ્કેપિંગ ગાર્ડન, સબમરીન સિમ્યુલેટર, સોલાર ટ્રી, ટેલિસ્કોપ અને મુલાકાતીઓ માટે કાફેટેરિયાનીવ્યવસ્થા પણ કરવામાં આવી છે. આગામી સમયમાં આ સાયન્સ સેન્ટર બાળકો, યુવાનોને વૈજ્ઞાનિક બનવા પ્રેરિત કરશે અને ભાવિ પેઢીને વિજ્ઞાનની વધુ નજીક લઈ જશે.

અટલ બ્રિજ" ની વિશેષતા
- અમદાવાદનો આઈકોનિક અટલ બ્રિજ
- સાબરમતી નદી ઉપર રુપિયા 74 કરોડથી વધુના ખર્ચે બ્રિજનું નિર્માણ
- એન્જીનીયરીંગ અજાયબી તરીકે ઓળખાશે આઈકોનિક ફૂટઓવર બ્રિજ
-  સાબરમતીના પુર્વ અને પશ્ચિમ કાંઠાને જોડતો બ્રિજ
- સાબરમતી નદીના લોઅર તથા અપર પ્રોમીનાડ ઉપરથી પ્રવેશ કરી શકાશે
- બ્રિજમાં વચ્ચેના ભાગે વુડન ફ્લોરીંગ
 - બ્રિજની સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
- બ્રિજના વચ્ચેના ભાગે ફુડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા
- ડાયનેમીક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટીંગ
- લંબાઈ 300 મીટર છે જેનું 2600 મેટ્રીક સ્ટીલ વજન