બુદ્ધિનું પ્રદર્શન: પોતાને લગતી ફરિયાદ ક્લાઇમેટ ચેન્જ વિભાગે જાણીજોઈને એનર્જી-પેટ્રોકેમને સોંપી, એનર્જીવાળા કહે અમારી નથી, ક્લાઈમેટની હશે

 
Gujarat

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત સરકારમાં એક ફરિયાદ નિકાલ બાબતે હદ વગરની લાલિયાવાડી અથવા તો બુદ્ધિનુ પ્રદર્શન થયાનું જણાવતી ઘટના સામે આવી છે. જે વિભાગને સંબંધિત હોય ત્યાં જ ફરિયાદ કરવા છતાં તે વિભાગે ઈરાદાપૂર્વક અન્ય વિભાગને ફરિયાદ નિકાલ કરવા મોકલી હતી. ફરિયાદ મેળવનાર વિભાગે પોતાને લાગતી વળગતી ના હોવાનું કહી આ તો જેણે મોકલી એ વિભાગની હશે કહીને આખી ફરિયાદ જ ક્લોઝ કરી દીધી છે. હવે સવાલ એ ઉભો થાય છે કે, જો તમારી ફરિયાદ હોય એ તમને ખબર નથી પડતી ? બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો કે પછી એક ષડયંત્ર રચી ફરિયાદ ક્લોઝ કરાવો છે ? ભારત સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ પોર્ટલમાં થયેલી આ ગંભીર બેદરકારી/લાલિયાવાડી/કારસો કે પછી સમજણનો અભાવ હશે તે સૌથી મોટો સવાલ બન્યો છે. આવો જાણીએ કયા વિભાગ સામે બુધ્ધિના પ્રદર્શનનો સવાલ છે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

ભારત સરકારના એક મંત્રાલય હેઠળ પબ્લિક ગ્રિવાન્સ રેડ્રેસલ સિસ્ટમ કાર્યરત છે એટલે કે સમગ્ર ભારતભરમાં જનસમુદાયને લગતી ફરિયાદ હોય તો ઓનલાઇન પીજી પોર્ટલમા અરજી કરી શકાય છે. જો તમે પરફેક્ટ વિભાગ કે કચેરીને અરજી કરી હોય તો બરાબર પરંતુ જો તમને પરફેક્ટ વિભાગ કે કચેરી ખ્યાલ ના હોય તો નોડલ ઓફિસર સંબંધિત વિભાગ હેઠળના અધિકારીને ફરિયાદ નિકાલ કરવા મોકલી આપે છે. ગત દિવસોમાં પીજી પોર્ટલ ઉપર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી સંબંધિત ફરિયાદ ક્લાઈમેટ ચેન્જ વિભાગને મળી હતી. થોડા દિવસ ક્લાઇમેટ ચેન્જ વિભાગે ફરિયાદ પેન્ડિગ રાખી આખરે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગને મોકલી આપી હતી. હવે અહિંથી શરૂ થયો બુદ્ધિ અને સમજણનો વિવાદ.

Gujarat 02

જેડાને લગતી ફરિયાદ હોઇ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગે એવું જણાવ્યું કે, આ ફરિયાદ અમારા વિભાગમાં નથી આવતી પરંતું ક્લાઇમેટ ચેન્જ વિભાગને લગત હોઈ શકે છે આથી આ ફરિયાદ ક્લોઝ કરવામાં આવે. હવે તમે વિચાર તો કરો, અરજદારે ક્લાઇમેટ ચેન્જ વિભાગને જ ફરિયાદ કરી હતી, છતાં ક્લાઈમેટ ચેન્જ વિભાગે આ ફરિયાદ પોતાના વિભાગની નહિ હોવાનું ઈરાદાપૂર્વક સ્વિકારી એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગને આપી. પોતાના વિભાગની ફરિયાદ એ એટલું પણ ક્લાઇમેટ ચેન્જ વિભાગને ખબર નથી પડતી ? શું ઈરાદાપૂર્વક ફરિયાદ ક્લોઝ કરાવવા એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગને ફરિયાદ સોંપી હતી? આટલું જ નહિ જો પોતાના વિભાગને લગતી ફરિયાદ નહોતી તો એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગે ફરિયાદ ક્લોઝ ના કરાય પરંતુ જે તે વિભાગને પરત મોકલાય અથવા રાજ્યના નોડલ ઓફિસરને મોકલવી જોઈએ. ફરિયાદ નિવારણની સેન્ટ્રલ ગવર્નમેન્ટની આ ઓનલાઈન સિસ્ટમ પારદર્શકને બદલે ગુજરાતમાં લાલિયાવાડી ઉપર પહોંચી છે ?? આ સૌથી મોટો સવાલ છે.