વડોદરા-અમદાવાદઃ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં બે બાળક સહિત 3 લોકોના મોત
અકસ્માત

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં બે બાળક સહિત 3 લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ ચે. એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ તરફ નડીયાદથી 12 કિલોમીટર દૂર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા છે. અંદાજે ૧૨ વર્ષની કિશોરી અને દસ વર્ષના કિશોર તેમજ ડ્રાઇવરનું મોત નીપજ્યું છે. મહેમદાવાદ નજીક સર્જાયો અકસ્માત.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

પાર્કિંગમાં ઉભેલા આઇસરમાં પાછળથી કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાઇવે પેટ્રોલિંગ અને હાઈવે એમ્બ્યુલન્સ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યું. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા. કારમાં છ વ્યક્તિઓ સવાર થઈ સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા. મહેમદાવાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ.