અમદાવાદઃ સરદાર પટેલ રિંગ રોડ પર નવો બની રહેલો બ્રિજનો એક ભાગ તૂટી પડતા, મોટી દુર્ઘટના ટળી
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર નવો બની રહેલો બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે. મંગળવારે મોડી રાતે બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલો બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો. ઘટના બની ત્યારે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક ભારે હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી. કાર્યકારી ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટની આગેવાનીમાં ફાયર વિભાગની ચાર ટીમો અકસ્માત સ્થળે પહોંચી હતી. જે બાદ તેમણે જણાવ્યુ હતુ કે, " બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના વળાંક પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડ્યો છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.ત્યાં કામ કરી રહેલા મજૂરો સલામત રીતે નીચે ઉતરી ગયા હતા. "

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગના ત્રણ જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઔડા દ્વારા છેલ્લા છ મહિનાથી બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના વળાંક પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં જ આ દૂર્ઘટના સર્જાઇ હતી. આ બ્રિજનો ભાગ ધરાશાયી થયો ત્યારે સદનસીબે કોઈ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા નહોતા. જેના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. આ બ્રિજનું નિર્માણ છેલ્લાં છ મહિનાથી ચાલી રહ્યું હતું. આ મામલે આજે બુધવારે સવારે ઔડાના અધિકારીઓ અને ઈજનેર વિભાગના અધિકારીઓ તપાસ શરૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, આ ફ્લાયઓવર 78.47 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે અને તેનું ટેન્ડર રણજીત બિલ્ડકોનને આપવામાં આવ્યું હતું. બ્રિજનું કામ 5 માર્ચ, 2019 ના રોજથી ચાલે છે. આ કામ 4 સપ્ટેમ્બર, 2021ના રોજ પૂર્ણ થવાની ધારણા હતી. જોકે, સિવિક અધિકારીઓના જણાવ્યા મુજબ, બ્રિજ પર કામ પૂર્ણ થતાં હજુ થોડા મહિનાઓ લાગશે.