ACB@અમદાવાદ: AMCના ડેપ્યુટી ઈજનેર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડેપ્યુટી ઈજનેર 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ એએમસીના ડેપ્યુટી એન્જિનિયર મનોજ સોલંકીને રંગેહાથે ઝડપી લીધા હતા. આ ઘટના બાદ એએમસીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. આ ડેપ્યુટી એન્જિનિયરે એક હાઉસિંગ પ્રોજેક્ટ મામલે લાંચ માંગી હતી. આમ, કોર્પોરેશનના ક્લાસ-1 અધિકારી લાંચના છટકામાં ઝડપાયા છે.
 
ACB@અમદાવાદ: AMCના ડેપ્યુટી ઈજનેર 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડેપ્યુટી ઈજનેર 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ એએમસીના ડેપ્યુટી એન્જિનિયર મનોજ સોલંકીને રંગેહાથે ઝડપી લીધા હતા. આ ઘટના બાદ એએમસીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. આ ડેપ્યુટી એન્જિનિયરે એક હાઉસિંગ પ્રોજેક્ટ મામલે લાંચ માંગી હતી. આમ, કોર્પોરેશનના ક્લાસ-1 અધિકારી લાંચના છટકામાં ઝડપાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પ્રાપ્ત માહિતી અનુસાર, મનોજ સોલંકી નામના ડેપ્યુટી ચીફ એન્જિનિયર હાલ કોર્પોરેશનના ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. ત્યારે આ પહેલા તેમનુ પોસ્ટીંગ આવાસ યોજનાના મકાન ફાળવણી વિભાગમાં હતું. તે દરમિયાન મનોજ સોલંકીએ મકાન ફાળવણી મામલે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી 1 લાખ રૂપિયાની લાંચ લેતા તેઓ રંગેહાથે ઝડપાઈ ગયા હતા. અમદાવાદના મ્યુનિસિપિલ કોર્પોરેશનના ક્લાસ-1 અધિકારી આવી રીતે પકડાતા હવે કોર્પોરેશનના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. હાલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.