અમદાવાદ: ભાજપ સાંસદના ઘરમાંથી 10 લાખની ચોરી, 2 બહેનોની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના ભાજપના સાંસદ કિરીટ સોલંકીના ઘરે 10 લાખની ચોરીનો બનાવ બન્યો છે. તેમના ઘરે કામ કરતી નોકરાણીઓએ લોકરમાંથી સોના-ચાંદીના ઘરેણા ચોરી લીધા હતા. રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને બહેનોની ધરપકડ કરી તપાસ હાથ ધરતાં તેમણે ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
અમદાવાદ: ભાજપ સાંસદના ઘરમાંથી 10 લાખની ચોરી, 2 બહેનોની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના ભાજપના સાંસદ કિરીટ સોલંકીના ઘરે 10 લાખની ચોરીનો બનાવ બન્યો છે. તેમના ઘરે કામ કરતી નોકરાણીઓએ લોકરમાંથી સોના-ચાંદીના ઘરેણા ચોરી લીધા હતા. રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને બહેનોની ધરપકડ કરી તપાસ હાથ ધરતાં તેમણે ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા સાંસદ કિરીટ સોલંકીના ઘરે બે સગી બહેનો સફાઈ કામ કરતી હતી. સાંસદની ડિજિટલ લોકર પ્લેટનો સ્ક્રૂ ખોલીને 10 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. જે બાદ પરિવારના સભ્યોએ બંને બહેનોની પૂછપરછ કરતાં પરંતુ સાચી હકીકત જણાવી નહોતી. જોકે પોલીસે ગુનો નોંધી બંને બહેનોની પૂછપરછ શરૂ કરી હતી. જે બાદ બંને બહેનોએ ખુલાસો કર્યો હતો. હાલમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે. કાલીગામમાં રહેતી બે બહેનો જયા અને રીટા વાઘેલા ઘરકામ કરતી હતી. ઘરના બેડરૂમમાં તિજોરીમાં નાના ડિજિટલ લોકરમાં સોના-ચાંદીનો દાગીના અને તેમાં 10 લાખ રૂપિયાના ઝવેરાતની ચોરી કરી હતી.