બનાવ@અમદાવાદઃ 34 વર્ષીય કોન્સ્ટેબલે ઘરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસે આત્મહત્યા કરી લેતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે. મનીષા વિજયસિંહ ચૌહાણ નામની ૩૪ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો છે. 


મણિનગર ગોરની કુવાની કેનાલ પર  સ્થિત કર્મભુમિ રો હાઉસના મકાનમા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મહિલા મળી આવી હતી. ત્રણેક દિવસથી લટકી રહેલ લાશની અસહ્ય દુગઁધ મારતા પાડોશીઓએ પોલીસ વિભાગને જાણ કરી હતી. પતિ અને પુત્ર જામનગર મા લગ્નપ્રસંગે ગયા હોવાનું સામે આવ્યું છે. મણિનગર તેમજ ખોખરા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


વલસાડઃ પારડીના ખડકી ગામે 17 વર્ષીય સગીરાએ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પિતાએ ફોન બાબતે ઠપકો આપતાં દીકરીએ લાગી આવતાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. પારડી પોલીસને જાણ થતાં તેમણે લાશનો કબ્જો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગતો એવી છે કે, ખડકી ગામે વચલા ફળિયુંમાં રહેતા ગણેશભાઇ બાલુભાઈ પટેલની 17 વર્ષની દીકરી મોહિની રેટલાવ ખાતે સિવણ ક્લાસ કરતી હતી. ગત બુધવારે સિવણ કલાસ માટે ગઈ હતી. દરમિયાન પિતાએ દીકરીને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. સાંજે દીકરી ઘરે આવતાં પિતાએ મોબાઇલ સ્વીચ ઓફ રાખવા મુદ્દે ઠપકો આપ્યો હતો. જેથી દીકરીને માઠું લાગી ગયું હતું. 


બીજા દિવસે એટલે કે, ગુરુવારે મોહિનીનાં માતા-પિતા સવારે નોકરી પર ગયાં હતાં ત્યારે તેણે ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પડોશમાં રહેતી યુવતીએ મોહિનીને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ જતાં તેને નીચે ઉતારી હતી તેમજ આજુબાજુના લોકોને જાણ કરતા લોકો દોડી આવ્યા હતા. આ પછી સગીરાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, તેને ત્યાં હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.