અમદાવાદઃ ડ્રગ્સ મંગાવનાર ઇસમે બે વર્ષમાં 50 અલગ- અલગ સરનામાં પર 300 વાર ડીલીવરી મંગાવી

અટલ સમાચાર, ડેસ્ક
વિદેશમાં ડાર્ક વેબ મારફતે વેબસાઈટ પરથી ડ્રગ્સ ડિલરોનો સંપર્ક કરી એર કાર્ગો મારફતે ડ્રગ્સ મંગાવી અમદાવાદ સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરતા સેટેલાઇટના વંદિત પટેલની તેના સાગરીત સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી હતી. ગ્રામ્ય પોલીસની એલસીબી અને સાયબર ક્રાઈમની ટીમે તેના ટેક્નિકલ અને અન્ય સોર્સની તપાસ કરતા આરોપીએ અલગ અલગ 50 જેટલા વ્યક્તિઓના નામ-સરનામા પર 300થી વધુ વખત ડ્રગ્સ મંગાવી ચુક્યો હોવાનું બહાર આવ્યું છે. ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવી એપ્લિકેશન પર જ ગ્રાહકોનો સંપર્ક કરી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ગુજરાત અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં પ્રિમિયમ ઇન્સ્ટિયુટના વિદ્યાર્થીઓને જ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાની પણ વિગતો સામે આવી છે. વધુ બે ડ્રગ્સ પેડલરની પણ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
અમદાવાદ જિલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, મુખ્ય સુત્રધાર વંદિત ભરતભાઈ પટેલ પોતાનાં મોબાઇલ તથા લેપટોપની મદદથી ડાર્ક વેબ ઉપર અલગ-અલગ ડ્રગ્સ સાઈટનું સર્ચિંગ કરી તેનાં ઉપર રહેલા અલગ-અલગ માર્કેટ જેવા કે ગ્લેન રીલેય ટુડીયોઝ-કેલિફોર્નિયા (USA), લાઈફ ચેજીસ હેલ્થ કેર કેલિફોર્નિયા (યુ.એસ.એ) (USA) } ઉપર ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી “વીકર મી {WICKR ME}","2014 22 {SNAPCHAT}," 261211H4 {TELEGRAM}" જેવી અતિ ગુપ્તતા ધરાવતી એપ્લિકેશન મારફતે ચેટીંગ કરી ક્રીપ્ટો કરન્સી મારફતે પેમેન્ટ કરી માલ મેળવતો હતો.
https://www.facebook.com/569491246812298/
બાદમાં કાર્ગો એર કુરિયર મારફતે ગુજરાત, રાજસ્થાન સહિતના 50થી પણ વધારે નામ સરનામાં ઉપર પ્રતિબંધિત નશાકારક ડ્રગ્સનો જથ્થો મંગાવતો હતો. જેમાં લોકોને નાણાકીય લાલચ આપી અંદાજે 300થી વધારે વખત નશાકારક ડ્રગ્સની ડીલીવરી મેળવી હતી. આવા નામ સરનામાં ઇસમોને પૂછપરછ કરી ગુનાના મૂળ સુધી જવા માટે ઊંડાણપૂર્વક તપાસ તજવીજ કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપી વંદિત પટેલ લાંબા સમય સુધી બંધ મકાનોને ટાર્ગેટ કરી તેવા મકાનના નામ સરનામાં ઉપર નશાકારક ડ્રગ્સનો ઓર્ડર આપી પાર્સલ રીટર્ન સમયે તેને ટ્રેકિંગ આઈ.ડી. દ્વારા ટ્રેક કરી ડીલીવરી એજન્ટને રૂબરૂ મળી આવા ડ્રગ્સ પાર્સલની ડીલીવરી મેળવતો હતો.
મુખ્ય આરોપી વંદિત દ્વારા ડાર્ક વેબ અને ઈન્ટરનેટનો દુરુપયોગ કરી પોતાના વિદેશમાં રહેતા મિત્રોને પણ ન્યુઝીલેન્ડ તથા શાંઘાઈ (ચીન) ખાતે કેલીફોર્નીયા-અમેરિકાથી નશાકારક ડ્રગ્સની ડીલીવરી કરેલી હતી. આરોપીના મોબાઈલ,લેપટોપ ઉપરાંત તેના નશાકારક ડ્રગ્સ રાખવાનાં અડ્ડા ઉપર પણ તપાસ કરી વિદેશથી આવેલ પાર્સલના ખાલી બોક્ષ,પાર્સલ ઉપર લખેલ ભારતીય એડ્રેસ, ડ્રગ્સ છુપાવવા માટે ઉપયોગમાં લીધેલ જુદી જુદી વસ્તુઓ, ક્રીપ્ટો ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી એવા અલગ અલગ કયું.આર.કોડ પ્રિન્ટ સહિતની તમામ ચીજ વસ્તુઓ કબજે કરવામાં આવેલ છે તે બાબતે ફોરેન્સિક મદદ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવાની તજવીજ ચાલી રહી છે. આ જ કેસમાં ગ્રામ્ય પોલીસે ડ્રગ્સ પેડલર તરીકે સંડોવાયેલ અન્ય બે આરોપીઓ વિપુલ સંજયગીરી ગૌસ્વામી (રહે. સતકૃત ટાવર પાર્થ સારથી એવન્યુ શ્યામલ સીટી ગોલ્ડ નજીક સેટેલાઇટ અમદાવાદ) અને જીલ હિતેશભાઇ પરાતે (રહે, અવધ એન્કલેવ થલતેજ હેબતપુર અમદાવાદ)ની ધરપકડ કરી છે.