અમદાવાદઃ લોકડાઉનના 17મા દિવસે પોલીસની ગાડી પર ઇસમોએ પથ્થરમારો કર્યો
અમદાવાદઃ લોકડાઉનના 17મા દિવસે પોલીસની ગાડી પર ઇસમોએ પથ્થરમારો કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદનાના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો કરવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જુહાપુરાના ગુલાબપાર્કમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જે અંતર્ગત પોલીસે 15 જેટલા લોકોની અટકાયત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા સરકારી દવાખાનાના મહિલા ડોક્ટરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેને પગલે તેઓ રહેતા હતા તે કિરણ પાર્ક વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયો છે. પોલીસની ટીમ દ્વારા કેશવ એપોર્ટમેન્ટ સહિતની જગ્યાએ સીલિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે. અહીં સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના સેમ્પલ લેવામાં આવશે.

શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ત્યારે શહેરમાં નવા 11 કેસો આવ્યા છે. જેમાં સારવાર કરનાર ડોક્ટર પણ સામેલ છે. આજે વધુ એક દર્દીનું મોત થયું છે. 40 વર્ષીય વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. શહેરમાં અત્યાર સુધી 153 દર્દીઓ નોઁધાયા છે. જેમાં સાતના મોત થયા છે અને 9 સાજા થઈને ઘરે પરત ફર્યા છે.