અમદાવાદ: સાબરમતી ટ્રેન નરસંહારના 23 મૃતકોના પરિજનોને વધારાના વળતરની ચૂકવણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે વર્ષ 2017ના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે 2002 સાબરમતી ટ્રેન નરસંહારમાં મૃત્યુ પામેલા 23 લોકોના પરિવારજનોને બુધવારે રેલવે વિભાગ દ્વારા 4.85 લાખ રૂપિયાનો વધારાનું વળતર ચુકવવામાં આવ્યુ છે. વર્ષ 2019માં ગુજરાત સરકાર દ્વારા સાબરમતી ટ્રેન નરસંહારના મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનો વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. જ્યારે રેલવે વિભાગ
 
અમદાવાદ: સાબરમતી ટ્રેન નરસંહારના 23 મૃતકોના પરિજનોને વધારાના વળતરની ચૂકવણી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે વર્ષ 2017ના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે 2002 સાબરમતી ટ્રેન નરસંહારમાં મૃત્યુ પામેલા 23 લોકોના પરિવારજનોને બુધવારે રેલવે વિભાગ દ્વારા 4.85 લાખ રૂપિયાનો વધારાનું વળતર ચુકવવામાં આવ્યુ છે. વર્ષ 2019માં ગુજરાત સરકાર દ્વારા સાબરમતી ટ્રેન નરસંહારના મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનો વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. જ્યારે રેલવે વિભાગ દ્વારા આજે ટ્રેન નરસંહારમાં મૃત્યુ પામેલા 23 લોકોના પરિવારજનોને 4.85 લાખ રૂપિયાનો વળતર ચુકવવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

2002માં ઘટનાના બે-ત્રણ દિવસ બાદ તમામ મૃતકોના પરિવારનોને રેલવે વિભાગ દ્વારા 15 હજાર રૂપિયા વળતર ચૂકવવામાં આવ્યો હતો. વર્ષ 2017માં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને રેલવે વિભાગને સાબરમતી ટ્રેન નરસંહારમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા વધારાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પરિવારના બે સભ્યો ગુમાવનાર સભ્યએ જણાવ્યું હતું કે, મૃતકો પાછા આવી શકતા નથી, ત્યારે નાણાંકીય સહાયથી મૃતકોના પરિવારજનોને મદદ મળશે. પરંતુ ટ્રેન નરસંહારના આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ. આ કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એચ.સી.વોરાએ વર્ષ 2002 ગોધરા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નરસંહાર કેસમાં આરોપી ફારૂક ભાના અને ઇમરાન શેરુને બોગી નંબર S6માં ષડયંત્ર રચવાના ભાગરૂપે આજીવન કેદની સજા ફટકારી હતી. 27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાના રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં અચાનક આગ લાગી હતી અને તેમાં 59 લોકોના મોત નિપજ્યાં હતા.