અમદાવાદઃ બિલ્ડર સામે દુષ્કર્મની ફરિયાદ તો સામે PIએ રૂ.45 લાખ લીધાની અરજી
અટલ સમાચાર,ડેસ્ક
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ ભંડેરી સામે દુષ્કર્મની ફરિયાદ થતાં જ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સુનિલ ભંડેરીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.કે. રાઠોડે 45 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવતી અરજી DGP અને એસીબીમાં કરી છે. જેની તપાસ ACP જી ડિવિઝનને સોપવામાં આવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલા વર્ષ 2017માં તેમના પતિ સાથે લગ્ન પ્રસંગે ગઇ હતી. જ્યાં પતિના મિત્ર બિલ્ડર સુનિલ ભંડેરી મળ્યા અને લગ્નમાંથી પરત આવ્યા બાદ સુનિલે મહિલાના પતિને ફોન કરી કહ્યું કે, તારી પત્નીએ જે સાડી પહેરી હતી તે બહુ સારી છે તે મારી પત્ની માટે લેવાની છે. આમ કરી મિત્રના ઘરે સુનિલ અવાર નવાર ઘરે આવતો જતો હતો.
આ દરમિયાન જૂન 2017માં સુનિલ ઘરે ચોકલેટ લઇને આવ્યો અને મહિલાને ચોકલેટ ખાવા આપી હતી. ચોકલેટ ખાધા બાદ ફરિયાદી મહિલા બેભાન થઇ જતા, સુનિલે તેના બિભત્સ વીડિયો બનાવી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં ત્યારબાદ પણ આરોપી સુનિલ અવાર નવાર મહિલાના ઘરે આવતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો હોવાનો આરોપ પણ ફરિયાદી મહિલા એ લગાવ્યો છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મહિલાએ કરેલી બળાત્કારની ફરિયાદમાં એ પણ આક્ષેપ કર્યો છે કે, આરોપી બિલ્ડર સુનિલ ભંડેરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી જુદી જુદી હોટલમાં લઈ જતો અને ત્યાં બળાત્કાર ગુજારી સૃષ્ટી વિરુધનું કૃત્ય પણ આચર્યું હતું. જો કે સુનિલ ભંડેરી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે પોલીસ ની નજર ચૂકવી ને ત્યાંથી નીકળી ગયો હતો. જેથી પોલીસ એ આસપાસ ના તમામ વિસ્તારો માં તપાસ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુનિલ ભંડેરી સિમ્સ હોસ્પિટલમાં દાખલ થયો છે.