અમદાવાદઃ 1લી જાન્યુઆરીથી કાપડ અને રેડીમેન્ટ ગારમેન્ટ પર 12 ટકા GST લાગુ થવા મામલે વેપારીઓએ વિરોધ નોંધાયો

2017માં જ્યારે 5 ટકા GST સરકાર દ્વારા લાગુ કરાયો જેનો પણ વેપારીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. કારણ કે પહેલા કાપડ પર કોઈ ટેક્સ નહોતો.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

આગામી 1લી જાન્યુઆરીથી કાપડ અને રેડીમેન્ટ ગારમેન્ટ પર 12 ટકા GST લાગુ થવા મામલે કાપડના વેપારીઓએ વિરોધ નોંધાયો છે. અમદાવાદમાં 70 હજાર જેટલા કાપડના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો અને વેપારીઓ દ્વારા GSTમાં વધારાનો 7 ટકાનો વધારો પાછો નહિ ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે. કાપડ મહાજનના વેપારીઓએ જણાવ્યું કે, કાપડ ઉધોગ એક માત્ર ઉધોગ છે જે દેશમાં 20થી 25 ટકા રોજગાર આપે છે.  સરકાર આ 20થી 25 ટકા GST આપે છે. સરકારમાં કાપડ ઉધોગમાંથી દર મહિને અંદાજે 22 હજાર કરોડ GST આવે છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

2017માં જ્યારે 5 ટકા GST સરકાર દ્વારા લાગુ કરાયો જેનો પણ વેપારીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. કારણ કે પહેલા કાપડ પર કોઈ ટેક્સ નહોતો. એ GST વેપારીઓએ સ્વીકાર્યો એ વેપારીઓની ભૂલ કે હવે સરકાર 5માંથી 12 ટકા કરી રહી છે. 5 ટકા GST આવ્યો ત્યારે વેપારીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે, હવે પછી આમાં વધારો નહિ આવે.

આ 12 ટકા GST થવાથી વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો થવાનો છે. સરકારની આ જાહેરાતથી વેપારીઓનું રોકાણ વધી જશે. કાચા બીલવાળા બે નંબરી ધંધામાં વધારો થશે. વેપારીઓ પર અધિકારી રાજ વધશે. નાનો વેપારી ખતમ થઈ જશે. મહત્વનું છે કે, કાપડ અને ગારમેન્ટમાં 12 ટકા GSTનો દેશભરમાં વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ વિરોધ આગામી દિવસોમાં આંદોલનમાં ફેરવાય તો નવાઈ નહિ.