નિર્ણય@અમદાવાદ: કોરોના બેફામ બનતાં માસ્ક નહીં પહેરો તો હવે રૂ.500 દંડ

અટલ સમાચાર, અમદાવાદ કોરોના વાયરસનું ફેલાતું સંક્રમણ અટકાવવા હવે તંત્ર દ્વારા માસ્ક ન પહેરવા પર અને જાહેરમાં થૂંકવા માટેનો દંડ હવેથી 500 રૂપિયા કરી દેવાયો છે. નવા નિયમ અનુસાર હવે અમદાવાદમાં જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ હવે રુપિયા 200 નહીં પરંતુ 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે જાહેરમાં થૂંકવા પર પણ 500 રૂપિયાનો દંડ થશે.
 
નિર્ણય@અમદાવાદ: કોરોના બેફામ બનતાં માસ્ક નહીં પહેરો તો હવે રૂ.500 દંડ

અટલ સમાચાર, અમદાવાદ

કોરોના વાયરસનું ફેલાતું સંક્રમણ અટકાવવા હવે તંત્ર દ્વારા માસ્ક ન પહેરવા પર અને જાહેરમાં થૂંકવા માટેનો દંડ હવેથી 500 રૂપિયા કરી દેવાયો છે. નવા નિયમ અનુસાર હવે અમદાવાદમાં જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ હવે રુપિયા 200 નહીં પરંતુ 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. જ્યારે જાહેરમાં થૂંકવા પર પણ 500 રૂપિયાનો દંડ થશે. પાનના ગલ્લા પાસે જો કોઈ થૂંકશે તો તે પાનના ગલ્લાવાળા પાસેથી કોર્પોરેશન 10,000નો દંડ વસૂલશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળતાં અમદાવાદનું તંત્ર સજાગ થયું છે. એક બાજુ સુરતમાં કેસો વધી રહ્યાં છે અને અમદાવાદમાં ઓછાં થઈ રહ્યાં છે ત્યારે તંત્ર ફરીથી અગાઉની જેમ ઢીલાશ વર્તીને કોઈ જોખમ લેવા માંગતી નથી. પરિણામે માસ્ક ન પહેરવા માટે દંડ વધારવામાં આવ્યો છે. હવે અમદાવાદમાં માસ્ક ન પહેરનાર પાસેથી 200 રૂપિયાને બદલે 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જાહેરમાં થૂંકનાર પાસેથી પણ મોટો દંડ વસૂલવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પાનના ગલ્લા પાસે ગ્રાહકો થૂંકતા જોવા મળશે તો કોર્પોરેશન પાનના ગલ્લાના માલિક પાસેથી રૂ.10,000નો દંડ વસુલ કરશે.