નિર્ણયઃ કોરોનાના કેસ વધતા, અમદાવાદમાં ફ્લાવર શો અને પતંગોત્સવ રદ્દ કરાયો

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો યોજાવાનો હતો, જે રદ કરવામાં આવ્યો છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


કોરોનાના વિસ્ફોટ વચ્ચે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શો રદ્દ કરવાની જાહેરાત કરી છે. વાઈબ્રન્ટ સમિટના પગલે મોડે-મોડે પણ, AMC એ આખરે ફ્લાવર શો રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ અમદાવાદના આંગણે યોજાનાર પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રહેવાની જાહેરાત થતા જ ફ્લાવર શોના રદ થવાની પણ જાહેરાત કરાઈ છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી યોજાનારો ફલાવર શો યોજાવાનો હતો, જે રદ કરવામાં આવ્યો છે. જોકે, અમદાવાદમાં યોજાનાર ઈન્ટરનેશલ કાઈટ ફેસ્ટિવલ પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

 
રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10 મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 
 

અમદાવાદ માટે ચોંકાવનારા સમાચાર એ છે કે, શહેરમાં 40 જેટલા નેતા કોરોના સંક્રમિત થયા છે. શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. આ સાથે 40 જેટલા નેતાઓ કોરોનો પોઝિટિવ (corona virus) આવ્યા છે. મંગળવારે આ તમામ નેતાઓ રિવરફ્રન્ટ સ્થિત કાર્યક્રમમાં ધર્મચાર્ય આશીર્વાદ સમારોહમાં હાજર હતા.  સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ સંતો હાજર રહ્યા હતા. જેથી સંતોમાં પણ ડર ભરાયો છે. ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, મહામંત્રી ભૂષણ ભટ્ટ, પરેશ લાખાણી, ઉપાધ્યક્ષ દર્શક ઠાકર, પૂર્વ કોર્પોરેટર અમુલ ભટ્ટ કોરોના સંક્રમિત થયા છે.