નિર્ણય@ગુજરાત: હાઇકોર્ટમાં એકસાથે 17 કેસ, 12થી 15 સપ્ટેમ્બર સુધી HC બંધ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં એકસાથે નવા 17 કેસ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા ગુજરાત હાઇકોર્ટને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવશે. જેના કારણે 12થી 15 સપ્ટેમ્બર સુધી HC બંધ રહેશે. ફિઝિકલ કોર્ટ શરૂ કરવાના નિર્ણયને પણ કેન્સલ કરાયો છે. પરંતુ હાઈકોર્ટમાં
 
નિર્ણય@ગુજરાત: હાઇકોર્ટમાં એકસાથે 17 કેસ, 12થી 15 સપ્ટેમ્બર સુધી HC બંધ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં એકસાથે નવા 17 કેસ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા ગુજરાત હાઇકોર્ટને સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવશે. જેના કારણે 12થી 15 સપ્ટેમ્બર સુધી HC બંધ રહેશે. ફિઝિકલ કોર્ટ શરૂ કરવાના નિર્ણયને પણ કેન્સલ કરાયો છે. પરંતુ હાઈકોર્ટમાં અરજીઓની ઓનલાઈન સુનાવણી હાથ ધરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત હાઈકોર્ટમાં બે દિવસમાં 21 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારે આજે પણ અહીં સઘન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. હવે 15મી સુધી કોર્ટ સંપૂર્ણ બંધ રહેશે અને એણએમસી સંપૂર્ણ સેનેટાઈઝેશન કરશે. જેની પહેલા કોર્ટના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતાં હવે અહીં સઘન ટેસ્ટિંગ તેમજ પ્રત્યક્ષ સુનાવણી માટેના કડક નિયમો અને દિશાનિર્દેશો બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.