બનાવ@અમદાવાદ: શિયાળામાં મંદિરના ઓટલે કોઈ નવજાત બાળકીને તરછોડી દીધી

અટલ સમાચાર, ડેસ્ક હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારે છ વાગ્યે મંદિરના ઓટલે એક બાળકી ત્યજી દીધેલી હાલતમાં રડતી મળી આવી હતી. આસપાસના લોકોએ દરગાહમાં લઈ જઈ આ બાળકીને દૂધ પીવડાવી કોઈ લઈ જશે તેમ સમજી સાચવી રાખી હતી પણ કોઈ ન આવતા પોલીસને જાણ કરાઈ હતી. સમગ્ર મામલે મણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
 
બનાવ@અમદાવાદ: શિયાળામાં મંદિરના ઓટલે કોઈ નવજાત બાળકીને તરછોડી દીધી

અટલ સમાચાર, ડેસ્ક

હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારે છ વાગ્યે મંદિરના ઓટલે એક બાળકી ત્યજી દીધેલી હાલતમાં રડતી મળી આવી હતી. આસપાસના લોકોએ દરગાહમાં લઈ જઈ આ બાળકીને દૂધ પીવડાવી કોઈ લઈ જશે તેમ સમજી સાચવી રાખી હતી પણ કોઈ ન આવતા પોલીસને જાણ કરાઈ હતી. સમગ્ર મામલે મણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મણીનગર મચ્છી પીરની દરગાહ પાસે રહેતા મહેમૂદભાઈ શેખ કાગડાપીઠમાં આવેલી એક કાપડની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેઓ સુતા હતા ત્યારે દરગાહ પાસે ફૂટપાથ પર રહેતા દિવાળીબેને આવી તેમને બૂમો પાડી જણાવ્યું કે, દરગાહની બાજુમાં આવેલા જોગણી માતા અને હડકવાઈ માતાના મંદિરના ઓટલા પર બાળકના રડવાનો અવાજ આવે છે. મહેમૂદભાઈના પરિવારજનોએ જઈને જોયું તો એક બાળક હાડ થીજવી દેતી ઠંડીમાં રડતું હતું. એક ગોદડીમાં બાળક ઢાંકેલું હતું. ગોદડી હટાવીને જોયું તો તેમાં 10થી 12 દિવસની તાજી જન્મેલી બાળકી હતી. મણીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને અજાણી મહિલા સામે બાળકીને તરછોડી દેવાનો ગુનો નોંધી બાળકીની સારવાર કરાવી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાની તજવીજ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જુલાઈ માસથી અત્યારસુધીમાં મણીનગર આવકાર હોલ, ઓઢવ, સોલા અને અમરાઈવાડી એમ કુલ પાંચેક ભ્રૂણ મળી આવ્યા હતા. ત્યારબાદ ગોમતીપુરમાંથી પણ ભ્રૂણ મળી આવ્યું હતું. જેની નોંધ ઉચ્ચ અધિકારીઓ લીધી હતી. તપાસ કરતા મણીનગરના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.