ઘટના@અમદાવાદઃ પ્રજ્ઞાચક્ષુ મહિલા સાથે રિક્ષા ડ્રાઇવરે લિફ્ટ આપવાના બહાને દુષ્કર્મનો પ્રયાસ કર્યો

અમદાવાદના અંધજન મંડળમાં અનાજની કીટ લેવા માટે ગઇ હતી. જે લઈને ઘરે જતી વખતે મોડું થતા મહિલાએ સરખેજથી બાવળા જવા સ્પેશિયલ રિક્ષા કરી હતી
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


અમદાવાદના બાવળાની એક પ્રજ્ઞાચક્ષુ  મહિલા સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. નરાધમ રિક્ષા ડ્રાઇવરે  લિફ્ટ આપવાના બહાને અંધ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે, 
અંધ મહિલાની ફરિયાદ બાદ અદાવાદ ગ્રામ્ય પોલીસે ગણતરીના દિવસોમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. તમે વર્ષ 2017માં આવેલી ઋિતિક રોશન અને યામી ગૌતમની મૂવી 'કાબિલ' જોઇ હશે તો આ ઘટનાની વાર્તા પણ થોડી તેના જેવી જ છે. ફિલ્મમાં અને આ ઘટનામાં ફેરફાર એટલો જ છે કે, આ ફિલ્મમાં દુષ્કર્મનો ભોગ બનનારી મહિલા આત્મહત્યા કરી લે છે. જ્યારે બાવળાની આ મહિલા દુષ્કર્મના પ્રયાસનો ભોગ બને છે પરંતુ હિંમત નથી હારતી. પ્રજ્ઞાચક્ષુ મહિલા અને પ્રજ્ઞાચક્ષુ પતિની હિંમતના કારણે તેઓ આરોપીને આખરે પોલીસ હવાલે કરે છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ કેસની વિસ્તૃત માહિતી પ્રમાણે, બાવળા તાલુકામાં રહેતી અંધ મહિલા અમદાવાદના અંધજન મંડળમાં અનાજની કીટ લેવા માટે ગઇ હતી. જે લઈને ઘરે જતી વખતે મોડું થતા મહિલાએ સરખેજથી બાવળા જવા સ્પેશિયલ રિક્ષા કરી હતી. જેમાં આરોપીએ અંધ મહિલા એકલી રિક્ષામાં હોવાનો ફાયદો ઉઠાવ્યો હતો. મહિલાને અવાવરું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હતા. જે બાદ મહિલાને બાવળા છોડી દીધી હતી.

જોકે, મહિલાએ તેની આપવીતી પતિ તેમજ પરિવારજનોને કીધી હતી. જે બાદ પતિએ તેને હિંમત આપ હતી અને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ કેસમાં આરોપીને પકડવો પોલીસ માટે મોટો પડકાર હતો. આ મહિલા અંધ હોવાના કારણે રિક્ષા અને આરોપીનું વર્ણન કરી શકતી ન હતી. જેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી સરખેજથી બાવળા સુધી અનેક રિક્ષા ચાલકોની પૂછપરછ કરીને કેટલાક શકમંદને ઝડપયા હતા.