ઘટના@અમદાવાદઃ રોજનું 4000 વ્યાજ ચૂકવતા યુવકે અંતે પત્નિ સાથે આપઘાત કર્યો

 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


ચાંદલોડિયાના યુવાન દંપતિએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની આઘાતજનક ઘટના બની છે. ચાંદલોડિયાની ભવાનપુરા સોસાયટીમાં રહેતા 33 વર્ષના હિતેષ પંચાલ અને તેમની પત્ની એકતાએ 24 ડીસેમ્બરે કેનાલમાં પડીને આપઘાત કરી લીધો હતો. વોટ્સ-એપ મેસેજીસના આધારે સોલા પોલીસે સિંધુ ભવન રોડના જગદિશ દેસાઈ, જલા દેસાઈ અને વ્યાસવાડી વિસ્તારના જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ વાઘેલા નામના વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી છે.

 છૂટક સુથારી કામ કરતા રમેશભાઈનો નાનો પુત્ર હિતેષ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો. પુત્રવધુ એકતા ઘરકામ કરતી હતી. 24 ડીસેમ્બરે મોટા પુત્ર અલ્પેશભાઈના મોબાઈલ ફોન પર નાના ભાઈ હિતેષે મેસેજ કર્યો હતો કે, અમે સુસાઈડ કરીએ છીએ. અમારી મરજીથી કરીએ છીએ. વ્યાજ ભરી ભરીને થાકી ગયો છું. મારા ઘરવાળા કંઈ જાણતા નથી અને અમારા ગયા પછી કોઈ મારા ઘરવાળાને હેરાન ન કરે તેનું ધ્યાન રાખજો. મેં લોકોને મૂડી કરતાં વ્યાજ વધારે આપ્યું છે. હવે મારાથી વ્યાજ ચૂકવણી કરવાની તાકાત નથી તો મને ન્યાય અપાવજો. વ્યાજવાળા બીજા જોડે એવું ન કરે એનું ધ્યાન રાખજો. બાય બાય, ગુડબાય.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

હિતેશે આ લખાણ સાથે લોકેશન મોકલ્યું હતું. અલ્પેશભાઈએ પિતાને જાણ કરતાં રમેશભાઈએ ઘરે આવીને પત્નીને હિતેષ અને તેની પત્ની ક્યાં છે તેમ પૂછ્યું હતું. નાનો દિકરો અને તેની પત્ની એકતા સાંજે પાંચેક વાગ્યે એકતાના પિતા સરખેજમાં બિમાર છે તેમની ખબર કાઢવા જઈ રહ્યા હોવાનું કહીને નિકળ્યા હતા. બાઈક ઉપર નીકળેલા હિતેષ અને એકતા વેવાઈના ઘરે મળ્યા નહોતા., અલ્પેશે તેના બનેવી વિષ્ણુભાઈ કડી ખાતે રહે છે તેમને લોકેશન મોકલી તપાસ કરવા કહ્યું હતું. તપાસ કરતાં શીયાપુરા કેનાલ પાસે હિતેષની પલ્સર બાઈક મળી આવી હતી. સાથે જ એકતાનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો પણ , હિતેષ અને એકતાનો પતો નહોતો.

બે દિવસ પછી તા. 26ના બપોરે નાની કુમાદ કેનાલમાંથી હિતેષનો મૃતદેહ મળી આવ્યો હતો. એકતાનો મૃતદેહ. 29 ડીસેમ્બરે બપોરે સુરેન્દ્રનગરના લખતર પાસેના લીલાપુર ગામ નજીક ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. હિતેષને ધંધામાં નુકસાન ગયું હોવાથી બે વર્ષ પહેલા સિંધુભવન રોડ ઉપર આવેલી જગદિશભાઈની ઓફિસેથી 4 લાખ વ્યાજે લીધા હતા. 12 ટકા લેખે વ્યાજપેટે 50000 કાપીને પૈસા આપ્યા પછી હિતેષ દરરોજના 4000 રૂપિયા વ્યાજ ચૂકવતો હતો. દોઢ લાખ રૂપિયા પરત ચૂકવ્યા પછી પણ પૈસા અને વ્યાજની અવારનવાર માગણી કરવામાં આવતી હતી.