ઘટના@અમદાવાદ: પ્રેમિકાને ભગાડી દુષ્કર્મ આચરીને ઝેર પીધુ અને પિવડાવ્યું, પ્રેમી ઝડપાયો
ઘટના@અમદાવાદ: પ્રેમિકાને ભગાડી દુષ્કર્મ આચરીને ઝેર પીધુ અને પિવડાવ્યું, પ્રેમી ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં એક બાળકની માતાને લગ્ન બાદ પણ પ્રેમીએ મરી જવાની ધમકીઓ આપી ભગાડી લઈ ગયો અને બળાત્કાર ગુજાર્યો હતો. અલગ અલગ ગેસ્ટ હાઉસ અને ટ્રાવેલ્સ બસમાં બળાત્કાર ગુજાર્યો હતો. જોકે આરોપી પરિણીત પ્રેમિકા ને ભગાડી અમદાવાદ આવ્યો ત્યારે તેને પરિવારજનોનો ડર લાગ્યો અને તે માટે પોતે પહેલા ઝેર પીધું અને બાદમાં પરિણીતાને પણ ઝેર પીવડાવી દીધું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદની સોલા પોલીસે અક્ષય ભરવાડ નામના આરોપીની બળાત્કાર અને હત્યાની કોશિશના ગુનામાં ધરપકડ કરી છે. અક્ષય અને એક યુવતી એકબીજાના પ્રેમમાં પાંચેક વર્ષથી હતા. પણ પરિવારજનોને જાણ થતાં યુવતીના અન્ય યુવક સાથે લગ્ન કરાવી દીધા. યુવતીએ નવું ઘર માંડતા જ તેણે અક્ષય સાથે સંપર્ક ન રાખ્યો. પણ અક્ષય હજુય આ યુવતીના પ્રેમમાં પાગલ હતો. એક દિવસ પરિણીતાને સાસરેથી પિયર બોલાવી અને બાદમાં તે તેને ભગાડી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે બને પાંચેક વર્ષથી પ્રેમમાં હતા. પણ દોઢેક વર્ષથી ફરી અક્ષય આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તે આ પરિણીતાને લઈને ભાગી ગયો ત્યારે અન્ય એક યુવતી અને યુવક મિત્ર પણ સાથે હતા. જે બંને પણ એકબીજાને પ્રેમ કરતા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બંને ભાગીને દ્વારકા, રાજકોટ, આબુ, અંબાજી, રણુજા અને કચ્છ જેવી અલગ અલગ જગ્યાઓ પર લઈ ગયો હતો અને ત્યાં ગેસ્ટ હાઉસમાં અને ચાલુ ટ્રાવેલ બસમાં બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાએ ભાગવાની ના પાડી ત્યારે યુવકે હું મરી જઈશ તેવી ધમકી પણ આપી હતી. જ્યારે બળાત્કાર ગુજરાતી વખતે પણ ધમકીઓ આપી હોવાનું સામે આવ્યું છે. આ તરફ અમદાવાદ આવ્યા ત્યારે પરિવારનો ડર લાગતા બંને રેલવે ફાટક ગયા હતા. જ્યાં આરોપીએ સાથે મરી જવાનું કહી ઝેરની અડધી બોટલ પીધી અને બાદમાં પરિણીતાને પણ ઝેર પીવડાવ્યું હતું. જોકે પરિવારજનો આવી જતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.