
અટલ સમાચાર, ડેસ્ક
દેશભરમાં એક તરફ કોરોનાને લઈ ચિંતા વધી રહી છે ત્યારે અનેક લોકો આગળ આવી મદદ કરી રહ્યા છે. કોરોના વાયરસને લઈ દેશભરમાં લૉકડાઉનછે અને જીવન જરૂરિયાતની કેટલીક વસ્તુઓ અને તે માટે કેટલાક લોકોને આ લૉકડાઉનમાં રોડ પર બહાર આવવા પરવાનગી મળી છે. તેની વચ્ચે 2 લોકો દેશી દારૂની હેરાફેરી કરતા પકડાઈ ગયા છે. આરોપીઓ જોઈ ખાનગી વાહન નહીં પરંતુ એમ્બ્યુલન્સમાં દેશી દારૂની હેરાફેરી કરી રહ્યાં હતાં. પોલીસને માહિતી મળતા, બે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
કોરોનાને લઈ શહેર પોલીસ તમામ જગ્યા બંદોબસ્તમાં છે અને અમદાવાદના નાના ચિલોડા પાસે નરોડા પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્યારે એક ઇક્કો ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી. નોંધનીય છે કે, ગાડી એમ્બ્યુલન્સ હતી પરંતુ પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરી તો ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મનીષ ઠાકોર અને લલિત રાજપૂત નામના 2 લોકોની ધરપકડ કરી તેમની પાસેથી 22 લીટર દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, નરોડા પોલીસ સ્ટેશનનાં પીઆઈ જેજી પટેલનું કેહવું છે કે, પોલીસને અંગેની ખાનગી બાતમી મળી હતી. જે બાદ વોચ રાખીને આ કામગીરી કરવામાં આવી હતી.