રીપોર્ટ@ગુજરાત: મહાનગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસે ‘શપથ પત્ર’ જાહેર કર્યું, જાણો વધુ
રીપોર્ટ@ગુજરાત: મહાનગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસે ‘શપથ પત્ર’ જાહેર કર્યું, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં 6 મહાનગર પાલિકા માટે આગામી 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઇ તમામ પાર્ટીઓ દ્વારા મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આજે શપથ પત્ર તરીકે મહાનગર પાલિકા માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ટેક્સમાં રાહત સહિત અનેક મોટી જાહેરાત કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ આજે મનપા માટે શપથ પત્ર જાહેર કર્યું હતું. જેમાં લખવામાં આવ્યું છે કે, “હું કોંગ્રેસના જવાબદાર કાર્યકર અને વચનના પાક્કા ગુજરાતી તરીકે આજે શપથ લઉં છું કે, કોર્પોરેશનમાં સત્તામાં આવતાં જ આ પત્રક માં લખેલા એક એક શબ્દનું પાલન કરીશ. તમામ શહેરીજનોને સરકારની ફ્રી સેવાઓ અને સુવિધાઓ માટે ગુજરાઈટ કાર્ડ આપવામાં આવશે”

રીપોર્ટ@ગુજરાત: મહાનગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસે ‘શપથ પત્ર’ જાહેર કર્યું, જાણો વધુ
જાહેરાત

આ સામે અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, કોર્પોરેશનમાં વર્ષોથી ભાજપનું શાસન છે. આમ છતાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ઊંચો ટેક્સ ભર્યા છતાં પણ ગટર, પાણી, રસ્તા જેવી પ્રાથમિક જરુરિયાત માટેની ફરિયાદો કરવા છતાં પણ લોકોને નિરાશા સાંપડે છે. અમને ભાજપના નેતાઓની જેમ ખોટા વાયદાઓ કે ભાષણ કરતા નથી આવડતું, પરંતુ સાચા અર્થમાં લોકોની સમસ્યાનું નિવારણ કંઇ રીતે થાય ? તે માટે આજે કોંગ્રેસ શપથ પત્ર લઇને આવી છે. ગુજરાતની જનતાનો જે હક્ક છે તે ગુજરાત કેમ્પેન દ્વારા અમે તેમને અપાવીશું. આ સંકલ્પ પત્ર એ અમારું વચન નહીં, પરંતુ શપથ પત્ર છે.