રીપોર્ટ@ગુજરાત: કોરોના કહેર વચ્ચે આ કારણે ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે અમદાવાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદમાં કોરોના સંક્રમણના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યાને જોતા અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા નવી કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત સુધી અમદાવાદ આવી શકે છે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાને જોતા
 
રીપોર્ટ@ગુજરાત: કોરોના કહેર વચ્ચે આ કારણે ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે અમદાવાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં કોરોના સંક્રમણના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. કોરોના સંક્રમિતોની વધતી જતી સંખ્યાને જોતા અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા નવી કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત સુધી અમદાવાદ આવી શકે છે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાને જોતા તેમને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી ગુજરાત સરકારે કેન્દ્રીય ગૃહમંત્રાલયના DRDOના સહયોગથી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે 900 બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદની આ હોસ્પિટલમાં આર્મ ફોર્સના ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવશે. જ્યારે અન્ય મેડિકલ સ્ટાફની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ હોસ્પિટલ પાછળ અંદાજે 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યાં આગામી 6 મહિના સુધી સારવાર આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ હોસ્પિટલ માટેનો 50 ટકા ખર્ચ રાજ્ય સરકાર અને બાકીનો અડધો ખર્ચો DRDO ઉઠાવશે. 900 બેડની સુવિધા ધરાવતી આ કોવિડ હોસ્પિટલના તમામ બેડ ઑક્સિજનની સુવિધાથી સજ્જ હશે. જ્યારે 150 ICU બેડ હશે, જ્યાં વેન્ટિલેટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા બનાવવામાં આવેલી આ કોવિડ હોસ્પિટલનું આગામી 24 એપ્રિલે ઉદ્ઘાટન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ આવી શકે છે. આ સાથે જ અમિત શાહ ગુજરાતમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે અને આરોગ્ય વિભાગ સાથે બેઠક કરીને જરૂરી સૂચનો કરશે તેવું સુત્રો તરફથી જાણવા મળ્યુ છે.