અમદાવાદઃ જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને પરત ફરતા અકસ્માત નડ્યો, 3ના મોત, 9 ઘાયલ
accident

અટલ સમાચાર, ડેસ્ક

વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં અમદાવાદ બગોદરા ધોળકા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બગોદરા નજીક રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે 3 વિદ્યાર્થીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો 9 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને પરત ફરતા સમયે કાળ ભરખી ગયો. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ઠંડીના મોસમમાં વાતાવરણમાં ઘુમ્મસ છવાયેલુ રહે છે. તેમાં પણ મોડી સાંજથી લઈને વહેલી સવારે રસ્તા પર ધુમ્મસ હોય છે. જેની સીધી અસર વાહનચાલકો પર થતી હોય છે. આવામાં અકસ્માતોના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે અમદાવાદ બગોદરા ધોળકા રોડ પરથી પસાર થઈ રહેલા તૂફાન ગાડીને ટ્રક દેખાઈ ન હતી. જેથી તૂફાન ગાડી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીના મોત થયા છે.