બૉલીવુડ@ગુજરાત: 69 Filmfare/ આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ, રણબીર કપુર બેસ્ટ એક્ટર, 12th ફેલ બેસ્ટ ફિલ્મ

 
Filmfare Awards

અટલ સમાચાર, ડેસ્ક

ફિલ્મફેર એવોર્ડ્સ 28 જાન્યુઆરીની સાંજે ગાંધીનગરના ગિફ્ટસિટીમાં 69મો ફિલ્મફેર અવૉર્ડ શો શરૂ થઈ ગયો છે. રેડ કાર્પેટ પર એક પછી એક સ્ટાર્સ આવી રહ્યા છે. રેડ કાર્પેટ પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં, પરંતુ ગુજરાતી કલાકારો પણ જોવા મળી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહીત ઘણાં મંત્રીઓ પણ આ અવૉર્ડ શોમાં જોવા મળ્યા હતા. ટેકનિકલ કેટેગરીમાં વિજેતાઓની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. આજે ફિલ્મફેરની મુખ્ય શ્રેણીના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. તમામ જાણીતા સ્ટાર્સ અહીં આવી પહોંચ્યા છે અને એવોર્ડની જાહેરાત ચાલી રહી છે. મનોજ બાજપેયીની ફિલ્મ ‘ઝોરામ’ અને અક્ષય કુમારની ‘OMG 2′ બેસ્ટ સ્ટોરી કેટેગરીમાં જીતી છે. આ સિવાય વિધુ વિનોદ ચોપરાને ’12મી ફેલ’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એનિમલ’ને 69માં ફિલ્મફેરમાં પણ એવોર્ડ મળ્યો છે. પ્રિતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, ભૂપિન્દર બબ્બલ વગેરેને ફિલ્મ ‘એનિમલ’ માટે બેસ્ટ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ મળ્યો છે. એવોર્ડ સમારોહમાં રણબીર કપૂર પણ પહોંચ્યો છે. આ દરમિયાન અહીં કરણ જોહર, શૈફાલી શાહ, મનીષ પોલ, આનંદ પંડિત, પૂનમ ધિલ્લોન, ભૂમિકા ચાવલા, સંગીતકાર અનુ મલિક, લલિત પંડિત, સારા અલી ખાન, જાહન્વી કપૂર, ઓરી, કરિના કપૂર, કરિશ્મા કપૂર, વરુણ ધવન, ડેવિડ ધવન, મૃણાલ ઠાકુર સહિતના અનેક દિગજ્જ કલાકારો જોવા જોવા મળ્યા હતા. ગુજરાતી કલાકારોમાં હિતુ કનોડિયા, અરવિંદ વેગડા, પાર્થ ઓઝા, મિત્ર ગઢવી, આરોહી પટેલ, મલ્હાર ઠાકર, યશ સોની, આર્જવ ત્રિવેદી અને અનેક બીજા ગુજરાતી કલાકારો પણ જોવા મળ્યા હતા.

આ રહ્યું વિનર લિસ્ટ

બેસ્ટ લિરિક્સઃ અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે, ઝરા હટકે, ઝરા બચકે)

બેસ્ટ મ્યૂઝિક આલ્બમઃ એનિમલ

બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ): શિલ્પા રાવ (બેશરમ રંગ… પઠાન)

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ): ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી…એનિમલ)

બેસ્ટ સ્ટોરીઃ અમિત રાય (OMG 2), દેવાશિષ મખીજા (જોરમ)

બેસ્ટ ડાયલૉગ્સઃ ઈશિતા મોઇત્રા (રૉકી ઔર રાની કી પ્રેમ કહાની)

બેસ્ટ સ્ક્રીનપ્લેઃ વિધુ વિનોદ ચોપરા (12th ફેઇલ)

આર. ડી. બર્મન અવૉર્ડ ફોર અપકમિંગ મ્યૂઝિક ટેલેન્ટઃ શ્રેયસ (એનિમલ)

બેસ્ટ ડાયરેક્ટર: વિધુ વિનોદ ચોપરા (12 ફેલ)

બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ: રાની મુખરજી (મિસેસ ચેટર્જી વર્સિસ નોર્વે)

સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ ડાયરેક્ટર: તરૂણ ધુધેજા (ધક ધક ગર્લ)

સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ ફિમેલ: અલીજેહ અગ્નિહોત્રી (ફેરી)

સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ મેલ: આદિત્ય રાવલ (ફરાજ)

લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ: ડેવિડ ધવન

બેસ્ટ એક્ટ્રેસ: આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)

સર્વશ્રેષ્ઠ એક્ટર: રણબીર કપૂર (એનિમલ)