ઘટના@અમદાવાદ: ઢોર પકડવા આવેલ લોકોને કારણે વૃદ્ધનું મોત થયાનો આક્ષેપ, જાણો શું છે સમગ્ર મામલો ?

 
Ahemdabad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના વાડજમાં ઢોર પકડવા આવેલી પાર્ટી સાથે માલધારી વૃદ્ધની ધક્કામુક્કી દરમિયાન મોતના મામલે પરિવારજનો અને માલધારીઓમાં રોષ જોવા મળ્યો છે. વૃદ્ધના મોત બાદ મોટી સંખ્યામાં લોકો ઉસ્માનપુરા સ્થિત કોર્પોરેશનની ઓફિસે પહોંચ્યા હતા. અને મૃતકના પરિવારને ન્યાય સાથે હંગામો મચાવ્યો હતો. સ્થાનિક રહીશોના મતે આ સમયે ઢોર પકડવા આવેલી ટીમના શખ્સોએ માર માર્યો હતો. અને વૃદ્ધના છાતી પર પણ લાત મારી હોવાનો આક્ષેપ લાગ્યો છે. સ્થાનિકોના મતે વૃદ્ધના મોત બાદ આવેલી ટીમના આધિકારીઓ દોડી આવ્યા હતા.

અમદાવાદમાં મહાપાલિકાની ઢોર પકડવા ગયેલી ટીમ સાથે ધક્કા મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વૃદ્ધનું હાર્ટ એટક આવતા મોત નિપજ્યું હતું. હંગામાનો માહોલ શોકમાં ફેરવાયો હતો. શહેરના વાડજ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. સ્થાનિકોના મતે સવારના સમયે ઢોર પકડવાની ટીમના 15થી વધુ લોકોની ટીમ આવી હતી. તેઓએ વૃદ્ધના ઘરે બાંધેલી ગાયોને છોડીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે સમયે માલધારી વૃદ્ધ વ્યક્તિ વચ્ચે જ બેસી ગયા અને બાંધેલી ગાયોને છોડીને લઈ જતા રોકી હતી.